★ સ્પેનમાં ચિટકાટ નામની નદી આવેલી છે. એ નદીનું પાણી ચિટકુ પ્રકારનું છે, એટલે કે, ચીકણું છે
અને એવું ચીકણું છે કે, તે ગુંદરની ગરજ સારે છે.
★ સિરિયામાં આવેલ નદી, નામે અલ આઉસ. સપ્તાહમાં છ દિવસ પાણીથી ભરેલી આ નદી સાતમે દહાડે સુકાઈ જાય છે અને આવું પ્રતિ સપ્તાહ બને છે.
★ વૈજ્ઞાનિકો જેનું રહસ્ય પામવા મથામણ કરી ચુક્યા છે તેવી એક નદી કે જેનું પાણી સાકર જેવું મીઠું છે. આ નદી અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં છે.
★ મીઠી નદીની સામે, પૂર્વ આફ્રિકાની વાત કરીએ
તો ત્યાં અંગારીની યુકી નામની નદીનું પાણી તદ્દન કડવું છે પણ એ પાણી પીનારા ઢોર-ઢાંખર ઉપર કોઈ અવળી અસર પડયાનું ધ્યાનમાં આવેલ
નથી.
★ દક્ષિણ અમેરિકાના - ચિલી - આર્જેન્ટાઈનની સરહદ પર એસિડ રીવર નામની નદી છે. આ નદીનું પાણી, લીંબુના રસ જેવું સ્વાદમાં લાગે છે.
★ અલ્જીરિયાની એક નદી શ્યાહીની નદી તરીકે ઓળખાય છે. આ નદીનું પાણી શ્યાહીને મળતું આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.