→ અખબારો અને મેગેઝીનોમાં આડી ઊભી ચાવીવાળા શબ્દ ચોરસ જેવી આનંદ સાથે સમય પસાર થાય તેવી રમતો જાણીતી છે. તેમાં સુડોકુ
લોકપ્રિય છે. સુડોકુમાં સામાન્ય રીતે ૯ આડા અને ૯ ઊભા ચોરસ ખાનામાં શરત મુજબ ૧ થી ૯
આંકડા ગોઠવવામાં ખાસ્સી મહેનત અને મજા પડતી હોય છે.
→ આ રમતનો ઇતિહાસ પણ રસપ્રદ છે. આ રમતની શોધ જાપાનમાં થયેલી. આ રમત ૨૦૦ વર્ષ પહેલાં ફ્રાન્સના સિકલ અખબારમાં પણ પ્રથમવાર પ્રગટ થયેલી. આજે રમાય છે તે સુડોકુ જાપાનના નિકોલી મેગેઝીનમાં ૧૯૭૦માં પ્રથમવાર શરૂ થયેલી.
→ જાપાનમાં આ રમતને 'સુ જી વા ડોકુશીન
કાગારૂ ' એટલે કે એક જ આંકડો એક જ વાર
એવું નામ અપાયેલું. તેનું ટૂકું સ્વરૃપ સુડોકુ.
→ સુ એટલે આંકડા અને ડોકુ એટલે એક જ વાર.
અમેરિકામાં તેને 'નંબર પ્લેસ' કહેતા. હાલમાં પ્રચલિત રમત ૭૪ વર્ષીય હોવાર્ડગર્ન્સે શોધેલી. તે એન્જિયનિયર હતો. સુડોકુ વિશ્વભરમાં પ્રસિદ્ધ
થયેલી લોકપ્રિય રમત છે. તેના ઘણા પ્રકાર છે.
→ પાંચ ખાનાવાળી લોગી-૫, બાર ખાના વાળી ડોડેકા-સુડોકુ,પચ્ચીસ ખાનાવાળી જાયન્ટ સુડોકુ અને ૬ ખાનાવાળી મિનિ સુડોકુ પ્રચલિત છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.