★ હવાઈ ટાપુ પર જ્વાળામુખીના અગ્નિકૃત ખડકોની લાલ ધૂળ પથરાયેલી છે. વિશ્વનો આ એક જ ટાપુ એવો છે કે જ્યાં મંગળ ગ્રહ જેવી લાલ ધૂળ છે. મંગળ અંગે બનેલી ફિલ્મનું શુટિંગ કરવા માટે આ આદર્શ સ્થળ છે.
★ જ્વાળામુખીમાંથી નીકળેલો લાવારસ જામી જઈને પથ્થર જેવો બને છે. તેમાં હવાના પરપોટા હોવાથી આ પથ્થર પાણીમાં તરે છે.
★ જમીન પર વીજળી પડે ત્યારે ક્યારેક જમીન પરની રેતી પીગળીને કાચ જેવી થઈ જાય છે. ઘણા સ્થળે આવા કાચના ટુકડા મળે છે તેને ફલ્ગરાઇટ કહે છે.
★ દક્ષિણ ધ્રુવમાં હંમેશાં બરફ છવાયેલો રહે છે પરંતુ ત્યાં વરસાદ પડતો નથી એટલે ભૂગોળની વ્યાખ્યા પ્રમાણે દક્ષિણ ધ્રુવ 'રણપ્રદેશ' કહેવાય છે. નવાઈની વાત એ છે કે આ રણમાં વિશ્વના તાજા પાણીનો સૌથી મોટો જથ્થો બરફરૂપે સંઘરાયેલો
છે.
★ રણપ્રદેશમાં ઝડપી પવન વાય ત્યારે રેતીના કણો હવામાં ઊડે છે અને એકબીજા સાથે અથડાવાથી મધુર સંગીત જેવો લયબદ્ધ અવાજ કરે છે. રણનું આ સંગીત સાંભળવા જેવું છે.
★ જમીનના પેટાળમાં પાણીનો મોટો જથ્થો છે. કેટલાક સ્થળોએ અગ્નિકૃત ખડકોમાં દબાયેલું પાણી ગરમ થઈને ફૂવારારૂપે બહાર ધસી આવે છે. આવા ગરમ પાણીના ફૂવારા ઘણા સ્થળે જોવા મળે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.