♠ આશરે ૮૦ ટકા જાતિનાં પ્રાણીઓ જમીન પર રહે છે. તેમાં કીટક (જંતુ) વર્ગમાં સમાયેલી જાતિઓની સંખ્યા વધારે છે. જો આ કીટક વર્ગને બાદ કરવામાં આવે તો આશરે ૬૫ ટકા જાતિનાં પ્રાણીઓનું મૂળ ઘર એ મહાસાગર છે.
♠ ભારતમાં ૮૧,૦૦૦ પ્રાણી જાતિની પ્રજાતિઓ વસે છે, જે દુનિયાના પ્રાણી જગતની લગભગ ૬.૫ ટકા જેટલી છે.
♠ ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે. વાઘની આઠ પ્રજાતિઓમાંથી ભારતમાં મળી આવતી પ્રજાતિ રોયલ બંગાલ ટાઈગરના નામથી ઓળખાય છે.
♠ આપણા દેશમાં વન્ય જીવનના સંરક્ષણ માટે ૮૯ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૪૯૭ વન્ય પ્રાણી અભયારણ્યો છે.
♠ એક આયરિશ શ્રીમંતના પુત્ર મિ. રિચાર્ડ માર્ટિને બ્રિટિશ પાર્લામેન્ટમાં પાળેલાં પશુ-પક્ષીઓ
પ્રત્યે માણસોએ સારો વ્યવહાર કરવો જોઈએ, તેવો કાયદો મંજૂર કરાવી, કાયદાનો ભંગ કરનારને સજાની જોગવાઈ કરાવી.
♠ કરડી કે કોતરી ખાનારા પ્રાણીઓની દુનિયામાં ૧૭૦૦ જાતિઓ છે. તેમાં ઉંદરો, સસલાંઓ અને દ. અમેરિકામાં મળતું 'ગિનિ પીગ' (જે ખિસકોલીને મળતું આવે છે, તેમનો સમાવેશ થાય છે.)
♠ સૌથી મોટું સસ્તન (પોતાનાં બચ્ચાંઓને સ્તનપાન કરાવનાર) પ્રાણી વાદળી વ્હેલ છે, જેની લંબાઈ ૩૦ મીટર અને વજન ૧,૫૦,૦૦૦ કિ.ગ્રા. હોય છે. સૌથી નાનું પ્રાણી 'એટ્રુસ્કાન શ્રૂ' માત્ર
થોડાંક સે.મી. લાંબું અને ફક્ત ૧.૫ ગ્રામ વજન ધરાવતું છે. તે છછુંદર જેવું દેખાય છે.
♠ જમીન પર સૌથી મોટું અને આંચળવાળું
પ્રાણી હાથી છે. વજન ૭,૦૦૦ કિ.ગ્રા. હોઈ શકે છે. તે પછીના ક્રમે ગેંડો અને 'હિપોપોટેમસ' નામનું જાડી ચામડીવાળું જળચર પ્રાણી આવે છે.
♠ પાળેલા ઘોડાઓની જુદી જુદી ૧૫૦ ઓલાદો વિશ્વમાં અસ્તિત્વમાં છે.
♠ હાથીને દરરોજ ૧૫૦ કિ.ગ્રા. ખોરાક અને
૧૮૦ લિટર પાણી જોઈએ.
♠ ભસતા કૂતરાનો અવાજ સાંભળીને બિલાડીના પગની પાનીએ પરસેવો થવા માંડે છે.
♠ શિકારની પાછળ પડેલો ચિત્તો (હંટિંગ લેપર્ડ) થોડીકવાર માટે કલાકના આશરે ૭૦ માઈલના વેગથી દોડી શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.