આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 21 March 2015

♥ વોશિંગ મશીન ♥

→ ઘરનાં કામોમાં સમય અને મહેનત બચાવવા માટે ઘણાં બધા ગૃહઉપયોગી સાધનો અને મશીનો વિકસ્યા છે. કપડાં ધોવા માટેનું વોશિંગ મશીન ઇલેક્ટ્રિક મોટર વડે કપડાને સાબુવાળા પાણીમાં ફેરવીને કપડા ધોઈ આપે છે. આજે આધુનિક વૉશિંગ મશીનોમાં ઘણી સુવિધા હોય છે પરંતુ મશીનની શોધ આજકાલ નથી તેનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.

→ અમેરિકાના જેમ્સ કિંગ નામના વિજ્ઞાનીએ ઇ.સ. ૧૮૫૧માં લાકડાના ડ્રમવાળું વૉશિંગ મશીન પહેલીવાર બનાવ્યું. તેમાં ડ્રમમાં કપડાં અને
સાબુવાળું પાણી નાખીને ડ્રમને હાથ વડે
ફેરવવામાં આવતું. ઇ.સ. ૧૮૬૧માં તેણે તેમાં
કપડા નીચોવી શકાય તેવું સાધન ઉમેર્યું.

→ ઇ.સ. ૧૮૭૪માં વિલિયમ બ્લેકસ્ટોન નામના એન્જિનિયરે લાકડાના ડ્રમવાળા વોશિંગ મશીનની ફેક્ટરી નાખેલી આજે પણ તે કંપની ન્યૂયોર્કમાં
વોશિંગ મશીનનું ઉત્પાદન કરે છે.

→ ઇ.સ. ૧૮૫૮માં હેમિલ્ટન સ્મિથ નામના
એન્જિનિયરે લાકડાના બદલે સ્ટીલના ડ્રમવાળું રોટરી વોશિંગ મશીન બનાવ્યું તે પણ હાથ વડે જ ફેરવવામાં આવ્યું.

→ ઇ.સ. ૧૯૦૮માં આલ્વા ફિશરે ઇલેક્ટ્રિક વડે ચાલતું ડ્રમવાળું વોશિંગ મશીન બનાવ્યું.

→ ઇ.સ. ૧૯૧૧માં પ્રથમવાર અપટોન કંપનીએ
આધુનિક વોશિંગ મશીન બનાવ્યું આજે પણ
તે કંપની નવા નામે વોશિંગ મશીન બનાવે
છે. ઇ.સ. ૧૯૩૦માં જ્હોન ચેમ્બરલીને કપડા ધોવાય, નિચોવાય અને સુકાઈ જાય તેવું મશીન બનાવેલું. આજે કમ્પ્યુટર સંચાલિત ઓટોમેટિક વોશિંગ મશીનો મળવા લાગ્યા છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.