★ ઊંટનો પાલતુ માલવાહક પ્રાણી તરીકે
૩૦૦૦ વર્ષથી ઉપયોગ થાય છે.
★ ઊંટના પગ લાંબા હોવાથી તેનું શરીર ગરમ જમીનથી ઊંચુ રહે છે અને ૪૦૦થી ૫૦૦ કિલો વજન ઊંચકીને તે રણની રેતીમાં સહેલાઈથી ચાલી શકે છે.
★ એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકાના ઊંટની પીઠ પર એક ખૂંધ હોય છે. ગોબીના રણમાં થતા બેક્ટ્રિયન ઊંટને બે ખૂંધ હોય છે.
★ ઊંટની ખૂંધમાં પાણી સંગ્રહાયેલું હોય છે તે વાત ખોટી છે. ખૂંધમાં વધારાની ચરબીનોસંગ્રહ થયેલો હોય છે.
★ રણપ્રદેશની ગરમી, પવન અને ઉડતી રેતીથી બચવા ઊંટની આંખ પર બે પોપચાં હોય છે અને કાનમાં વાળ હોય છે.
★ ઊંટના પગના તળિયા પહોળી ગાદી જેવા હોય છે. ઊંટ રણમાં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
★ ઊંટની ચાલવાની રીત અન્ય પ્રાણીઓ કરતા જુદી છે. તે એક તરફના બંને પગ એકસાથે ઉપાડીને આગળ મૂકે છે ત્યારબાદ બીજી બાજુના બંને પગ એક સાથે ઉપાડી આગળ મૂકે છે.
★ ગોબીના રણમાં પ્રચંડ ઠંડી હોય છે. ત્યાં જોવા મળતા બેક્ટ્રિયન ઊંટના શરીર પર ભરચક વાળ હોય છે. ઉનાળામાં વાળ ખરી પડે છે.
★ ઊંટ વનસ્પતિ ખાઈને જીવે છે અને ૮૦
વર્ષનું આયુષ્ય ભોગવે છે.
★ રણપ્રદેશના લોકો ઊંટડીનું દૂધ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.