આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 1 March 2015

♥ આપણા શરીરમાં પાણી ♥

★  માનવ શરીરમાં તેના વજનના ૬૦ ટકા પાણી હોય છે. સ્નાયુઓ અને મગજમાં ૭૫ ટકા, લોહી અને કિડનીમાં ૮૦ ટકા, લીવરમાં ૭૧ ટકા અને
હાડકામાં સૌથી ઓછું ૨૨ ટકા પાણી હોય છે.

★  શરીરમાં ખોરાકના પાચન અને પોષક દ્રવ્યોના શોષણમાં પાણીની મુખ્ય ભૂમિકા હોય છે.

★  શરીરની બાહ્ય અશુધ્ધિઓ દૂર કરવા સ્નાનમાં પાણી વપરાય છે. પરસેવા વાટે આંતરિક અશુધ્ધિ દૂર કરવામાં પણ પાણીની ભૂમિકા મુખ્ય છે.

★  પાણીમાં કેશાકર્ષણનો અદભુત ગુણ છે એટલે જ સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં લોહી સરળતાથી વહે
છે.

★  પાણી ઉત્તમ થર્મોરેગ્યુલેટર છે. પરસેવા વડે તે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે.

★  શરીરના આંતરિક અવયવોના આવરણને
લચીલા રાખી રક્ષણ કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.