આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 1 March 2015

♥ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ♥

★ જન્મ - ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ, જર્મની

★ મૃત્યુ - ૧૮ એપ્રિલ, ૧૯૫૫, ન્યુ જર્સી, અમેરિકા

→ ફિઝીક્સના ક્ષેત્રમાં કોઈ પણ પ્રયોગો કર્યા વિના માત્ર વિચાર, તર્ક અને ગણતરી કરી ક્રાંતિકારી થિયરી રજૂ કરી સંશોધન કરનારા મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તો સૌ ઓળખે છે. આ મહાન વિજ્ઞાનીના જીવનમાં પણ કેટલીક
લાક્ષણિકતાઓ હતી. આ આશ્ચર્યજનક
લાક્ષણિકતાઓ જાણવી પણ રસપ્રદ છે.

→ આઇન્સ્ટાઇન વિજ્ઞાની ઉપરાંત અચ્છો સંગીતકાર હતો. બાળવયમાં તે ઓછાબોલો હતો. સાત વર્ષની ઉંમર સુધી તો તે કોઈની સાથે બોલ્યો નહોતો.

→ જાણીતા વિજ્ઞાનીઓ આઇઝેક ન્યુટન, મેરી ક્યૂરી પણ બાળવયમાં મોડેથી શબ્દો બોલવા શીખેલા. મોડું બોલતા શીખનાર બાળકના આ લક્ષણને 'આઇન્સ્ટાઇન સિન્ડ્રોમ' કહે છે. આ એક કુદરતી ભેટ છે કે જેમાં બાળક કોઈ એક વિષય ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી તેમાં નિષ્ણાત બને છે.

→ આઇન્સ્ટાઇનની સમગ્ર વિચાર શક્તિ ફિઝીક્સના અભ્યાસને વરેલી હતી. આઇન્સ્ટાઇને ૧૫ વર્ષની ઉંમરે સ્વીસ ફેડરલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા અરજી કરી. પ્રથમ રાઉન્ડમાં તે નાપાસ થયેલો. તેણે હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો નહોતો તેમ છતાં ય બીજા ટેસ્ટમાં ગણિત અને ફિઝીક્સમાં ઊંચા માર્કસ મેળવી પાસ થયો અને માધ્યમિક પરીક્ષા પાસ કરવાની શરતે તેને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો.

→ ઝુરિચ યુનિવર્સિટીમાં ભણતી વખતે આઇન્સ્ટાઇન ૧૭ વર્ષનો હતો અને પોતાનાથી મોટી ઉંમરની વિદ્યાર્થિની મેલિવા મેેરિકના પ્રેમમાં પડયો. મેરિકના પિતાને તે પુસ્તકીયા કીડા આઇન્સ્ટાઇન સાથે પરણે તે મંજૂર નહોતું પરંતુ પાછળથી તેને મંજૂરી આપી. મેરિક આઇન્સ્ટાઇનની પ્રથમ પત્ની હતી બંનેને એલિઝાબેથ નામની પુત્રી પણ હતી. પરંતુ આ પુત્રી વિશે કોઈ જ માહિતી મળતી નથી. તેમને બે પુત્રો પણ હતા. ૧૯૧૯માં બંનેએ છૂટાછેડા લીધા. બંને પુત્રો તેની માતા સાથે રહેવા ચાલ્યા ગયા અને આઇન્સ્ટાઇન એકલો પડી ગયો.

→ ૧૯૦૫માં આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ સહિત
ચાર સંશોધનો પ્રસિદ્ધ કર્યા. આઇન્સ્ટાઇને અનેક
શાળા કોલેજોમાં શિક્ષક તરીકે નોકરીની અરજી કરેલી પણ કોઈએ તેને નોકરી આપી નહોતી. તેને સ્વીસ પેટન્ટ ઓફિસમાં સામાન્ય કારકૂન તરીકે જ રહેવું પડયું. તેનાં સંશોધનોને પણ કોઈએ
માન્યતા આપી નહીં.

→ ૧૯૧૬માં સાપેક્ષવાદની નવી થિયરીના તેના સંશોધનોને અવકાશ યાત્રીઓ તરફથી સમર્થન
મળતા આઇન્સ્ટાઇનની થિયરીને વિજ્ઞાનીઓ સ્વીકારતા થયા.

→ ૧૯૧૯માં સાપેક્ષવાદનો તેનો સિદ્ધાંત સાચો પડયો ત્યારે રાતોરાત તે વિશ્વપ્રસિદ્ધ થઈ ગયો અને ૧૯૨૨માં તેને ફિઝીક્સનું નોબેલ ઇનામ એનાયત થયું.

→ ૧૯૨૬માં આઇન્સ્ટાઇને હંગેરીના વિજ્ઞાાની ઝીલાર્ડ સાથે મળીને 'એબ્સોર્બશન રેફ્રિજરેટર'ની શોધ પણ કરી હતી.

→ ૧૯૫૦માં આઇન્સ્ટાઇને હાઇડ્રોજન બોમ્બ બનાવવાની સ્પર્ધાનો વિશ્વસ્તરે વિરોધ કર્યો તેની પશ્ચિમી દેશોમાં સારી અસર થઈ.

→ આઇન્સ્ટાઇને પોતાના મૃત્યુ બાદ અસ્થિઓને
અવકાશમાં વિખેરવાની ઇચ્છા વ્યક્ત કરેલી કે જેથી તેનું કોઈ સ્મારક ન બને.

→ ૧૯૫૫માં તેના મૃત્યુ બાદ ડો. થોમસ હાર્વે નામના વિજ્ઞાાનીએ આઇન્સ્ટાઇનના મૃત શરીરમાંથી ૧.૫ કિલો વજનનું મગજ કાઢીને સંશોધન માટે ચોરી લીધું હતું.

♥ PRIZES & MEDALS ♥

★ Nobel Prize in Physics (1921)
★ Matteucci Medal (1921)
★ Copley Medal (1925)
★ Max Planck Medal (1929)
★ Time Person of the Century (1999)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.