★ દરિયાઈ જળચરમાં સૌથી લાંબુ લાયન્સ મેન જેલીફિશ છે તે ૬૦ મીટર લાંબી હોવાનું નોંધાયું છે.
★ કેરેબિયન સમુદ્રની મડકિપર માછલી દરિયાકાંઠે કાદવમાં રહે છે અને જરૂર પડયે ઝાડ પર પણ ચઢી શકે છે.
★ વેનેઝુએલાના તળાવોમાં રહેતી કીલીફિશ
તળાવનું પાણી સુકાઈ ગયા બાદ બે મહિના સુધી જીવીત રહે છે.
★ વાઈપર ફિશને મોંમાં આગળ લંબાયેલા અણિયાળા દાંત હોય છે. તે તીરની જેમ શિકાર તરફ ધસી જઈને દાંત ખોસી દે છે.
★ કોસ્મોપોલીટન સેઈલ ફિશ ચિત્તા કરતાંય વધુ ઝડપી છે તે પાણીમાં કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે તરે છે.
★ વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
★ શાર્કની ચૂઈમાં પાણી સતત પ્રવેશે તે માટે સતત તરતાં રહેવું પડે છે તે તરતી અટકે તો ડૂબીને મરી જાય.
★ વ્હેલનાં બચ્ચાં દરરોજ માતાનું ૨૦૦ લીટર દૂધ પીએ છે અને તેના વજનમાં દરરોજ ૯૦ કિલોનો વધારો થાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.