★ તમારા કાંડા ઉપર દેખાતી લોહીની નસ ઉપર
આંગળી મૂકશો તો તે ધબકતી હોય તેવો અનુભવ થશે. તેને નાડી કહે છે. તેમાં લોહી વહેતું હોવાથી હૃદયના દરેક ધબકારે તે પણ ધબકે છે.
★ સામાન્ય રીતે માનવ શરીરની નાડી મિનિટમાં ૭૦ વખત ધબકે છે. હાથની નાડી ખૂબજ ધીમી મિનિટમાં ૨૭ વખત અને કેનેરી પક્ષીની સૌથી ઝડપી મિનિટના ૧૦૦૦ વખત ધબકે છે.
★ ૭ દિવસમાં માનવ શરીરના લોહીમાંના અર્ધા ઉપરાંત રક્ત કણો નાશ પામીને નવા પેદા થાય છે.
★ બેક્ટેરીયા રોગ પેદા કરે છે તેવું નથી.આપણા આંતરડામાં રહેલા ઈ.કોલી બેક્ટેરિયા લીલા શાકભાજી અને કઠોળના પાચનમાં મદદ કરે છે. આ બેક્ટેરિયા વિટામિન કે બનાવે છે. જે લોહીમાં જામી જવાનો ગુણ આપે છે. ઘા પડે ત્યારે લોહી જામી જઈને વહેતું અટકે છે.
★ આપણા શરીરમાં સૌથી મજબૂત હાડકું થાપાનું છે તે અંદરથી પોલું હોય છે પરંતુ સિમેન્ટ કોંક્રીટના સ્લેબ કરતાંય મજબૂત હોય છે.
★ તમે નહીં માનો પણ આપણી આંખ ૨ કરોડ
પ્રકાશવર્ષ જેટલા દૂર સુધી જોઈ શકે છે. નરી આંખે આપણે જાયન્ટ એન્ડોરમેડા ગેલેક્સીને ઝાંખી ઝાંખી જોઈ શકીએ છીએ.
★ માનવશરીરના સૌથી મજબૂત સ્નાયુઓ જીભ, આંખ અને જડબામાં હોય છે અને સૌથી વધુ કામ પણ આ સ્નાયુઓ જ કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.