આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 1 February 2015

♥ પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા ♥

→ ચોમાસામાં પ્રથમવાર વરસાદ પડે એટલે અચાનક જ દેડકાનાં ડ્રાઉં... ડ્રાઉં... શરૃ થઈ જાય. વરસાદની સાથે જાણે દેડકા જમીનમાંથી ઓચિંતા જ ફૂટી નીકળ્યા હોય તેવું લાગે. ઓચિંતા આટલા બધા દેડકા ક્યાંથી આવી જાય છે તે જાણો છો?

→ શિયાળા અને ઉનાળામાં પાણીની અછત હોય ત્યારે દેડકા જમીનના પેટાળમાં લાંબી ઊંઘ ખેંચતાં હોય છે. તેમની આ આ લાંબી ઊંઘને સુષુપ્તાવસ્થા કહે છે. જમીનમાં દટાઈને પડયા રહેતા દેડકાને ખોરાકની જરૂર પડતી નથી અને શ્વસનતંત્ર પણ મંદ પડી જાય છે.

→ પૃથ્વી પર વસતા પ્રાણીઓને ગરમી, ઠંડી, વરસાદ અને અન્ય કુદરતી પરિબળોને અનુકૂળ થઈને જીવવું પડે છે. તેમના શરીરની રચના અને લક્ષણો પણ તે મુજબ ઘડાય છે. પ્રાણીઓ માટે ક્યારેક
વિષમ ઋતુમાં ખોરાક કે પાણી વિના પણ ચલાવવું પડે છે. આવા સંજોગોમાં આ પ્રાણીઓ કુદરતી રીતે પોતાનું જીવન સંકેલીને લાંબી નિદ્રામાં સરી પડે છે.

→ દેડકા તેની સુષુપ્તાવસ્થા માટે જાણીતા છે પરંતુ ચામાચિડિયા, ઉંદર વગેરે પ્રાણીઓ પણ
સુષુપ્તાવસ્થામાં જાય છે. ઠંડા પ્રદેશોમાં મોટા ભાગના પ્રાણીઓ શિયાળામાં સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે.

→ આ અવસ્થામાં તેમના હૃદય પરના ધબકારા ધીમા પડે છે. શરીરની શક્તિ વપરાતી બંધ થઈ જાય છે અને રક્તવાહિનીઓ પણ સાંકડી થઈ લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે. હવામાન અનુકૂળ થાય અને ગરમી મળવા માંડે ત્યારે આ પ્રાણીઓ ફરી સજીવન થયા હોય તેમ જીવવા માંડે
છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.