આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 1 February 2015

♥ સસ્તન પ્રાણીઓ ♥

→ ગાય, ભેંસ, કૂતરા, બિલાડી અને ઉંદર જેવાં પ્રાણીઓ આપણને લગભગ દરરોજ જોવા મળે છે. આ બધાં સસ્તન પ્રાણીઓ છે. પ્રાણીશાસ્ત્રીઓએ
પ્રાણીઓના લક્ષણ પ્રમાણે વર્ગીકરણ કર્યું છે. આપણને રોજ જોવા મળતાં આ સસ્તન પ્રાણીઓના લક્ષણો જાણવા પણ રસપ્રદ છે.

→ સસ્તન પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે અને
સ્તન દ્વારા દૂધ પાઈને ઉછેરે છે. સસ્તન પ્રાણીઓ ગરમ લોહીના હોય છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે. તેમને વધુ ખોરાક જોઈએ છે. સસ્તન પ્રાણીઓને જ પરસેવો વળે છે.

→ તમામ સસ્તન પ્રાણીઓનાં શરીર પર વાળ અને રૂવાંટી હોય છે. વિવિધ વિસ્તારો અને હવામાનમાં રહેતાં સસ્તન પ્રાણીઓની રૂવાટી અને વાળમાં વિવિધતા હોય છે. વાળ તેમને વિશિષ્ટ દેખાવ અને સુંદરતા આપે છે. કેટલાંક પ્રાણીઓની રંગીન કે ડિઝાઈનવાળી રૂવાટી તેમને છુપાઈ જવાની વિશિષ્ટતા આપી રક્ષણ કરે છે.

→ સસ્તન પ્રાણીઓમાં વિકાસ પામેલું મોટું મગજ હોય છે. માણસ સૌથી બુધ્ધિશાળી સસ્તન પ્રાણી છે. સસ્તન પ્રાણીઓની ચામડી ત્રણ પડની બનેલી હોય છે. સસ્તન પ્રાણીઓને મોટાભાગે ૪ પગ હોય છે અને બહાર દેખાય તેવા કાન હોય છે.

→ સસ્તન પ્રાણીઓ પોતાનાં બચ્ચાંની સૌથી વધુ
સારસંભાળ લેતાં હોય છે. કાંગારૂ જેવા પ્રાણીઓના પેટ ઉપર બચ્ચાં સાચવવાની કોથળી હોય છે.
સસ્તન પ્રાણીઓ મોટેભાગે ઝેરી હોતા નથી. ડક બિલ પ્લેટિપસ જેવા બહુ ઓછા પ્રાણીઓ ઝેરી હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.