♥ ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રની સપાટી ઠંડી, સૂકી અને ખાડાવાળી છે. ચંદ્રની આસપાસ વાતાવરણ નથી.
♥ પૃથ્વી પરથી હંમેશા ચંદ્રની એક જ બાજુ
જોવા મળે છે. તેની પાછળની બાજુ રશિયાના સોવિયેટ લ્યૂના-૩ મિશન દરમિયાન લેવાયેલી તસવીરોમાં જોવા મળે છે.
♥ ચંદ્ર ઉપર નાસાના એપોલો મિશનમાં ગયેલા નિલ આર્મસ્ટ્રોંગ, બઝ આલ્ડ્રીન અને માઇકલ
કોલિન્સ એમ ત્રણ અવકાશ યાત્રીઓએ ચંદ્રની સપાટી પર પગ મૂક્યા હતા. તેઓ ચંદ્રની સપાટી પર ચાલનારા પ્રથમ વ્યક્તિ હતા.
♥ ચંદ્ર પૃથ્વીની ફરતે લંબગોળ ભ્રમણ કક્ષામાં પ્રદક્ષિણા કરે છે તે પૃથ્વીની સૌથી નજીક આવે ત્યારે ૩૫૬૪૧૦ કિલોમીટર અને દૂર હોય ત્યારે ૪૦૬૭૦૦ કિલોમીટરના અંતરે હોય છે.
♥ ચંદ્ર અને પૃથ્વીમાંથી ઊર્જા ઘટતી જાય છે એટલે તેમની ગતિ ધીમી પડતી જાય છે. આ નજીવો ઘટાડો આપણે અનુભવી શકીએ નહીં. અબજો વર્ષ પહેલાં ચંદ્ર પૃથ્વીની નજીક હતો અને ૨૦ દિવસમાં જ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરીકરતો તે સમયે દરિયામાં ભરતી પણ મોટી આવતી.
♥ ચંદ્ર ઉપરનો નોંધપાત્ર ખાડો ૪૦ કિલોમીટર વ્યાસનો છે અને ૩.૬ કિલોમીટર ઊંડો છે તેને એરિસ્ટારકસ ક્રેટર કહે છે. સૌથી મોટો ખાડો ક્લેવિયસ ૧૬૦ કિલોમીટર વ્યાસનો છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.