→ લાંબા અને ચપટા શરીરવાળા ઝડપથી વાંકાચૂકા દોડી જતા કાનખજૂરા જોઈને ભયભીત થઈ જવાય છે. કાનખજૂરાને ૧૦૦ પગ હોય છે. કાનખજૂરા પૃથ્વી પર વસતા સૌથી જૂના જીવ છે ૪૦ કરોડ વર્ષ પહેલાય પૃથ્વી પર કાનખજૂરા હતા.
→ કાનખજૂરાની નાની મોટી ૮૦૦૦ જાતો છે.કાનખજૂરા ભેજવાળી અને બંધિયાર જગ્યામાં રહે છે. કાનખજૂરા ડંખ મારે છે જો કે તે ઝેરી નથી.
કાનખજૂરા અન્ય જીવાત ખાઈને જીવે છે.કાનખજૂરાનું માથું ગોળાકાર પણ ચપટું હોય છે. તેના માથા પર બે એન્ટેના હોય છે અને બે ડંખ હોય છે. તેના ડંખથી શિકાર બેભાન બની જાય છે.
કાનખજૂરાના આગળના પગ નાના અને પાછળની તરફ જતા થોડા મોટા થતા જાય છે. છેલ્લા બે પગ આગળના પગ કરતા બમણી લંબાઈના હોય છે. તેના પગ ઝડપથી ચાલતી વખતે એકબીજામાં ગૂંચવાઈ જતા નથી. જંગલી કાનખજૂરા એક ફૂટ લાંબા હોય છે અને દેડકા અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.