* ધાતુને અંગ્રેજીમાં 'મેટલ' કહે છે. ગ્રીક ભાષામાં 'મેટાલોન' એટલે જમીનમાંથી નીકળેલું. ધાતુઓ
જમીનમાંથી ખનિજ રૃપે મળે છે એટલે તે મેટલ
કહેવાય છે.
* રાસાયણિક આવર્તના કોઠામાં ૭૫ ટકા ધાતુ તત્વો છે.
* તાંબુ સૌથી જૂની ધાતુ છે ઇ.સ. પૂર્વે ૯૦૦૦ના વર્ષમાં તેનો ઉપયોગ થતો.
* સોનું, ચાંદી, સીસું, લોખંડ અને પારો જેવી ધાતુઓ હજારો વર્ષ પહેલાંય વપરાતી.
* ધાતુઓ સખત અને ચળકતી સપાટીવાળી હોય છે.
* ધાતુની ચીજો અથડાવાથી ધ્રૂજે છે અને
રણકાર પેદા થાય છે.
* ધાતુ પુષ્કળ ગરમી સહન કરી શકે છે.
* ધાતુઓને વાળી શકાય છે અને વિવિધ
આકારમાં ઢાળી શકાય છે.
* ધાતુઓ ખૂબ જ ટકાઉ છે.
* પારો પ્રવાહી ધાતુ છે.
* કેટલીક ધાતુઓના મિશ્રણથી નવી ધાતુ બને છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.