→ ઇટાલીનું વેનિસ શહેર નાના નાના ૧૧૮ ટાપુઓ પર વસેલું છે. આ તરતું શહેર કહેવાય છે. શહેરમાં ૪૦૦ જેટલા પુલ છે અને લોકો હોડીમાં જ આવ-જા કરે છે.
→ પપુઆ ન્યુ ગિયાના નાનકડો દેશ છે પરંતુ ત્યાં વિશ્વની સૌથી વધુ ૮૦૦ ભાષાઓ બોલાય છે.
→ ઓસ્ટ્રેલિયાના નુલ્લરબોર મેદાનમાં ૧૬૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક પણ વૃક્ષ
નથી.
→ ઇસ્તંબુલ શહેર યુરોપ અને એશિયા એમ બે
ખંડોમાં વહેંચાયેલું છે.
→ આઇસલેન્ડને લેન્ડ ઓફ ફાયર એન્ડ આઇસ કહે છે ત્યાં ૨૦૦ જ્વાળામુખી પર્વતો અને ૧૨૦ હિમ નદીઓ છે.
→ મોનાકોમાં દર બે ચોરસ કિલોમીટર વિસ્તારે ૩૨૦૦૦ લોકોની વસ્તી છે. વિશ્વનો સૌથી ગીચ વિસ્તાર કહેવાય છે.
→ વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં છે અને સૌથી મોટું રેલવે તંત્ર પણ ભારતમાં છે.
→ વિશ્વમાં સૌથી વધુ અવરજવરવાળો પૂલ
કોલકાતાનો હાવરા બ્રીજ છે. ૪૫૭ મીટર લાંબા અને ૨૨ મીટર પહોળા આ પુલ ઉપરથી રોજ દોઢ લાખ કરતાં વધુ વાહનો અવરજવર કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.