→ કાગળો જોડવા માટે પીન મારવાનું સ્ટેપ્લર જાણીતું સાધન છે. દબાણ અને ઉચ્ચાલનના સિદ્ધાંત પર કામ કરતું આ સાદું મશીન છે. તેનો ઇતિહાસ જાણવા જેવો છે.
→ ૧૮મી સદીમાં ફ્રાન્સમાં કિંગ લૂઈસના દરબારમાં કાગળોને જોડવા માટે સ્ટેપ્લર જેવું પ્રથમ સાધન
બનેલું. જેમ જેમ કાગળનો વપરાશ વધ્યો તેમ
તેમ પીનથી જરૃરિયાત વધી ઈ.સ. ૧૮૬૬માં જ્યોર્જ મેકગીલ નામના કારીગરે સીલાઇ મશીન જેવું મોટું સ્ટેપ્લર બનાવ્યું. તેમાં પીન ખોસવાની સગવડતા હતી.
→ પીન ખોસીને દબાણથી આપોઆપ બિડાઈ જાય તેવું સ્ટેપ્લર ઈ.સ. ૧૮૭૭માં હેન્ની હેઈલ નામના કારીગરે બનાવ્યું. આ સ્ટેપ્લર મોટું અને વજનદાર હતું. તેમાં પીન નહીં પણ ધાતુનો સળંગ તાર વપરાતો. તાર કપાઈને તેનો ટૂકડો કાગળમાં જડાઈ જતો. તેને પેપર ફાસ્ટનર કહેતાં.
→ ૧૯૦૧માં સ્ટેપ્લર શબ્દ પ્રચલીત થયો. ત્યારબાદ ઘણા સ્ટેપ્લર વિકસ્યા આજે પ્લાસ્ટિક કે લાકડા ઉપર પીન મારવા માટે સ્ટેપ્લર ગન પણ બની છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.