આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 11 January 2015

♥ જ્યોર્જીસ કલાઉડ ♥

~ ♥ નિયોન લાઈટનો શોધક - જ્યોર્જીસ
કલાઉડ ♥ ~

→ રંગીન પ્રકાશ આપતાં બલ્બ અને ટયૂબ લાઇટની દુનિયામાં નિયોન લાઇટ અનોખી છે. જાહેરાતોમાં અને દુકાનોના બોર્ડમાં રંગીન પ્રકાશની ટયૂબથી લખાયેલા અક્ષરો તમે જોયા હશે. કાચની ટયૂબને ઇચ્છીત આકાર આપીને તેને પ્રકાશીત થતાં આ લાઇટને નિયોન લાઇટ કહે છે. આ ટયૂબમાં નિઓન વાયુ ભરેલો હોય છે. બજારમાં ઝગમગાટ લાવતી આ શોધ જ્યોર્જીસ કલાઉડ નામના વિજ્ઞાાનીએ કરેલી. નિઓન શબ્દ ગ્રીક ભાષાના નિયોસ ઉપરથી બન્યો છે. તેનો અર્થ થાય છે. ''નવીન વાયુ''.

→ નિયોન વાયુની શોધ વિલિયમ રાયસે નામના વિજ્ઞાનીએ કરેલી. આ વાયુનો ઉપયોગ કરી નિયોનલાઇટ શોધનાર જ્યોર્જીસ કલાઉડ
બ્રિટનનો 'એડિસન' કહેવાય છે.

→ જ્યોર્જીસ કલાઉડનો જન્મ ઇ.સ. ૧૮૭૦ના સપ્ટેમ્બરની ૨૪ તારીખે ફ્રાન્સના પેરિસમાં થયો હતો. પેરીસની જ એસ્પીક કોલેજમાં ભણીને તે
એન્જિનિયર બન્યો હતો. ત્યારબાદ અનેક
સંસ્થાઓમાં ઇલેકટ્રિક લેબોરેટરીમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપી હતી.

→ ૧૯૦૨માં કલાઉડે પ્રવાહી હવાની શોધ કરી આ શોધથી ઉદ્યોગોને પ્રવાહી નાઇટ્રોજન મળી શક્યો.
૧૯૧૦માં મૂરે ટયૂબ ઉપરથી પ્રેરણા લઈ નિયોન ટયૂબની શોધ કરી ત્યાર બાદ ઘણા લાંબા સમયે
૧૯૨૩માં અમેરિકામાં નિયોન સાઇનનો વ્યાપારી ઉપયોગ શરૃ થયો.

→ તેણે કલાઉડ નિયોન નામની કંપની સ્થાપી હતી. જ્યોર્જીસ કલાઉડે દરિયાના પાણીમાંથી વીજળી મેળવવાનો પ્રથમ પ્લાન્ટ પણ શરૂ કરેલો ક્યૂબામાં દરિયાના પાણીમાંથી ૨૨ કિલો વોટર વીજળી પ્રથમવાર મેળવીને તે વિશ્વ સુપ્રસિદ્ધ
થયો હતો.

→ એસીટીલીન વાયુની શોધ પણ તેણે કરી હતી.
વિજ્ઞાાની અને યુવાન હોવા છતાં કલાઉડને રાજકારણમાં રસ હતો. તે લોકશાહીનો ચાહક હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ બદલ તેને ૪ વર્ષ જેલમાં રહેવું પડયું હતું. ઇ.સ. ૧૯૬૦ના મે માસની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.