આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 11 January 2015

♥ જોરાવર જાનવરો અને જીવડાં ♥


ઘણાં પ્રાણી-પક્ષીઓમાં આપણી કલ્પનામાં ન આવે તેટલી તાકાત હોય છે. જુદાં જુદાં પ્રાણીઓની શક્તિ પણ જુદી, ઘણા વધુ વજન ઊચકી શકે તો ઘણા વધુ વજન ખેંચી શકે. પોતાના શરીરના કદના પ્રમાણમાં ઘણા જાનવરોમાં અધધધ શક્તિ હોય છે. આવા ૧૦ જોરદાર જાનવરોને ઓળખીએ.

૧. બોલ્ડ ઇગલ :-

→ અમેરિકામાં જોવા મળતું આ ગરૃડ શક્તિશાળી પક્ષી છે. તે પોતાના શરીર કરતાં ચાર ગણું વજન લઇને આકાશમાં ઊડી શકે છે. ગરૃડ ઘેટાં બકરાંને
પણ પગમાં જકડી ઉઠાવી ગયાના કિસ્સા છે.

૨. એનાકોન્ડા :-

એનાકોન્ડા જાણીતો વિકરાળ સાપ છે. તે પોતાના શરીરના વજન (૨૫૦ કિલો) જેટલું જ વજન ધરાવતાં પ્રાણીને ગળી જઇ શકે છે.

૩. ગિઝલી બેર :-

મેક્સિકોમાં જોવા મળતા ઠંડાપ્રદેશના ૬થી ૭ ફૂટ લાંબા આ રીંછ પોતાના વજન લગભગ ૫૦૦ કિલો કરતાં બમણું વજન ઊંચકી શકે છે.

૪. મસ્ક ઓક્સ :-

સાઇબિરિયાના ઠંડા પ્રદેશમાં થતાં આ કદાવર આખલા એકથી દોઢ મીટર ઊંચા હોય છે અને ૨૦૦થી ૩૦૦ કિલો વજનના હોય છે તે પોતાના વજન કરતાં દોઢ ગણું વજન ભરેલું ગાડું ખેંચી શકે છે.

૫. વાઘ :-

વાઘ જાણીતું જંગલી પ્રાણી છે. વાઘ પોતાના વજન કરતાં બમણું એટલે લગભગ ૫૦૦ કિલો વજનના શિકારને જડબામાં જકડી ૧૦ ફૂટ ઊંચા ઝાડ પર ચઢી શકે છે.

૬. ગોરિલા :-

આફ્રિકામાં જોવા મળતાં કદાવર ગોરિલા વાનર માણસની જેમ બે પગે ઊભા રહી શકે છે. તે ૨૦૦થી ૩૦૦ કિલો વજનના હોય છે પણ પોતાના વજન
કરતા ૧૦ ગણું વજન ઊંચકી શકે છે.

૭. આફ્રિકન હાથી :-

વિશ્વનું સૌથી શક્તિશાળી અને કદાવર પ્રાણી હાથી છે. આફ્રિકન હાથી વધુ કદાવર હોય છે. લગભગ ૬૦૦૦ કિલો વજન ધરાવતા આ હાથી ૯૦૦૦ કિલો વજન ઊંચકી શકે છે.

૮. કીડી :-

વર્ષા જંગલમાં જોવા મળતી લીફ્કટર
કીડી પોતે માંડ ૧૦ મિલીગ્રામ
વજનની હોય છે પણ પોતાના કરતાં ૫૦
ગણું વજન ઊંચકીને ચાલી શકે છે.

૯. હિનોસેરોસ બિટલ :-

આ ઢાલિયા જીવડા પોતાના વજન કરતા ૮૦૦ ગણું વજન પીઠ પર ઊંચકી શકે છે.

૧૦. ડંગ બિટલ :-

છાણમાં થતાં આ ઢાલિયા જીવડાં પોતાની પીઠ પર શરીર કરતાં ૧૦૦૦ ગણું વજન સહન કરી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.