★ WORLD'S FIRST COMPUTER ★
★ ~~~~~ ♥ ENIAC ♥ ~~~~~★
→ Electronic Numerical Integrator And Calculator
★ વિશ્વનું પ્રથમ ઇલેકટ્રોનિક કમ્પ્યુટર ૧૯૪૩માં બનેલું. તેનું નામ ઇલેકટ્રોનિક ન્યૂમરિક ઇન્ટીગ્રેટર
એન્ડ કેલ્ક્યુલેટર Electronic Numerical Integrator And Calculator હતું. તેને ટૂંકમાં એનિયાક ENIAC કહેતાં. આ એનિયાક કેવું હતું તે જાણવાની મજા પડશે.
¶ એનિયાક ૩૦ ટન વજનનું હતું. તેને રાખવા માટે ૪૦ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો ખાસ ઓરડો બનાવેલો.
¶ આજના કમ્પ્યુટર નાનકડી ચિપથી ચાલે છે. પરંતુ એનિયાકમાં ૧૮૦૦ વેક્યૂમ ટયૂબ હતી. આ ટયૂબ બલ્બની જેમ ગરમ થતી એટલે એનિયાક માટે શક્તિશાળી એર કંડિશનિંગ તૈયાર કરવું પડેલું.
¶ એનિયાક એક સાથે ૨૦ આંકડા સુધીનો સંગ્રહ કરતું. તેના સંચાલન માટે ૩૦૦૦ સ્વીચ હતી.
¶ આ કમ્પ્યુટરને એનિયાક કહેતાં પરંતુ તમને
જાણીને નવાઇ લાગશે કે તે જમાનામાં એનિયાક ઉપર કામ કરવાવાળા માણસોને કમ્પ્યુટર કહેવામાં આવતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.