આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 December 2014

♥ પશુ-પક્ષીઓની ઉંઘનું અજબગજબ ♥

→ દરેક પ્રાણી પક્ષીઓ ખોરાક અને રક્ષણ માટે સતત પ્રવૃતીશીલ રહે છે. શરીરની શક્તિ સતત વપરાય છે. એટલે દરેક પ્રાણી પક્ષી ને મન અને શરીરને આરામ મળે તે જરૂરી છે. કુદરતે દરેક પ્રાણીપક્ષીને ઉંઘ આપી છે. આપણે રાત્રે ઉંઘ લઇને આરામ મેળવીએ છીએ પરંતુ પ્રાણીઓ પક્ષીઓની ઉંઘ લેવાની પધ્ધતિઓ રસપ્રદ છે. તમામ પ્રાણીઓને પર્યાવરણ, શરીરરચનાને અનુકૂળ ઉંઘ લેવાની પધ્ધતિ હોય છે. દરેક પ્રાણીઓ ઉંઘ લેતી વખતે માણસની જેમ આંખ તો બંધ કરી દે છે. સિવાય કે માછલી. માછલી ખુલ્લી આંખે ઉંઘ લેતી હોય છે. કેટલીક માછલીઓ ઉંઘવા માટે જળાશયના તળિયે રેતીમાં માથું ખોસી દે છે.

★ પ્રાણીઓમાં સૌથી વધુ ઉંઘ લેનારા ચામાચીડિયા ઉંધા લટકીને ૧૯ કલાક ઉંઘે છે.

★ ગાય, ભેંસ, ઊંટ, કૂતરા જેવા ચોપગા પ્રાણીઓ જમીન પર બેસીને દરરોજ પથી ૬ કલાક ઉંઘ લે છે.

★ જંગલમાં રહેતા નાના પ્રાણીઓને શિકારી પ્રાણીઓનો ભય હોય છે એટલે હરણ જેવા પ્રાણીઓ બહુ ઉંઘતા નથી.

★ સૌથી મોટું પ્રાણી હાથી સૌથી ઓછી ઉંઘ લે છે. ઘોડા પણ ૨૪ કલાકમાં ૩ કલાક જેટલી ઉંઘ લે છે.
ઘોડા ઊભા ઊભા જ ઉંઘે છે.

★ જીરાફ ઉંઘ વિના જ એક અઠવાડિયું જાગૃત રહી શકે છે.

★ ડોલ્ફીન માછલી ઉંઘે ત્યારે અર્ધું મગજ જાગૃત હોય છે.

★ કીડી મકોડા જેવા દરમાં રહેતા જંતુઓ દિવસભરમાં અનેક વખત એક એક મિનિટની ઉંઘ લઇ લે છે.

¶  YOU ARE WATCHING - GK BLOG ¶

www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.