આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 December 2014

♥ પેન્ગ્વીન ♥

★ બર્ફીલા પ્રદેશના પંખી પેન્ગ્વીન બે પગ ઉપર ઊભા રહી ચાલી શકતા પેન્ગ્વીન અજાયબ પક્ષીઓ છે. ધ્રુવ પ્રદેશના અતિ ઠંડા વાતાવરણમાં રહેતા હોવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિઓ હોય છે.

→  વિશ્વમાં ૧૭થી ૨૦ જાતનાં પેન્ગ્વીન જોવા મળે છે. સૌથી મોટા એમ્પરર પેન્ગ્વીન ૩થી ૪ ફૂટ ઊંચા હોય છે.

→  દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે એટલેસર્વત્ર બરફ છવાઇ જાય છે છતાં પેન્ગ્વીન તેમાં જ રહે છે.

→  પેન્ગ્વીન પોતાના બચ્ચાં અને ઇંડાનું રક્ષણ કરવા જીવ જોખમમાં મૂકી દે છે. નર પેન્ગ્વીન બે પગ વચ્ચે ઇંડું સંતાડી પાંખોથી ઢાંકીને તેને
બરફના તોફાન અને ઠંડા પવનોથી રક્ષણ આપે છે. ઇંડા સાચવવા તે ખાધાપીધા વિના બે માસ કરતાંય વધુ લાંબો સમય ઊભું રહે છે.

→  પેન્ગ્વીન નીડર પક્ષી છે. ધ્રુવપ્રદેશમાં બીજા પ્રાણીઓ હોતા નથી એટલે તેમને કોઇનો ડર નથી.

→  પેન્ગ્વીન ઊંડા પ્રાણીમાં ૨૦ મિનિટ સુધી શ્વાસ રોકીને રહી શકે છે.

→  પેન્ગ્વીન ઊડી શકતા નથી પણ આંખ વડે તરી શકે છે. તે સૌથી વધુ ઝડપથી તરનાર પક્ષી છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.