→ કપ-રકાબી અને પ્યાલાથી માંડીને સંડાસના કમોડ અને બાથરૃમનું રાચરચીલું બનાવવા માટે વપરાતી સફેદ ચિનાઇ માટી જમીનમાંથી મળતી માટીનો જ એક પ્રકાર છે.
→ પૃથ્વીની ઉપરનું પડ જાતજાતના ખડકો અને
જમીનનો બનેલો છે. હવામાન અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જમીનની માટી પણ વિવિધ હોય છે. રણપ્રદેશમાં રેતી અને નદી કિનારે જમા થતો કાંપ કે વિકણી માટી બંને માટીના જ પ્રકાર છે.
→ ચીનના કેટલાક પ્રદેશોમાં મળી આવતી માટી સફેદ અને સુંવાળી હોય છે તેને કેઓલીન કહે છે. ભારત, બ્રાઝિલ, અમેરિકા, ઇરાન વગેરે દેશોમાં પણ ચિનાઇ માટીની ખાણો આવેલી છે.
→ સિરામિક શબ્દ સ્ફટિકમય માટી માટે વપરાય છે. કાર્બન અને સિલિકોન પણ સિરામિક કહેવાય છે.
→ ખનિજના ઓક્સાઇડ, નાઇટ્રાઇટ કે કાર્બાઇડ સ્વરૃપનો પદાર્થ ૧૦૦૦ સેન્ટીગ્રેડ જેટલી ગરમી સહન કરી શકે છે. વીજળીની અવાહક હોવાથી ફ્યુઝ, સ્વીચબોર્ડ જેવા ઇલેકટ્રીક ઉપકરણોમાં ઉપયોગી થાય છે. ચિનાઇ માટી ખૂબ સફેદ હોય છે.તેમાં વિવિધ ધાતુના ઓક્સાઇડ મેળવી ગુલાબી, પીળો કે ભૂરો રંગ આપી શકાય છે. ચિનાઇ માટી માત્ર વાસણો જ નહી પરંતુ ટૂથપેસ્ટ, કાગળ અને તબીબીક્ષેત્રે પણ ઘણો ઉપયોગી થાય છે.
સાદી માટીના વાસણોની જેમ ચિનાઇ માટીના વાસણો ઘડીને ભઠ્ઠીમાં ગરમ કરી મજબૂત કરવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.