આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 13 December 2014

♥ ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવ પ્રદેશોના હવામાનમાં તફાવત કેમ ? ♥


પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ
ધ્રુવપ્રદેશો અતિશય ઠંડા અને બર્ફીલા છે
તે જાણીતી વાત છે. પૃથ્વીની સામ સામે
છેડે આવેલા આ બંને પ્રદેશોનું હવામાન
એકસરખું જ હશે તેમ લાગે પરંતુ તમને નવાઇ
લાગશે કે બંને
ધ્રુવપ્રદેશના હવામાનમાં ઘણો ફેર છે.
પૃથ્વીની ધરી નમેલી છે. પૃથ્વીના ઉત્તર
અને દક્ષિણ ગોળાર્ધમાં પવનની દિશા,
પાણીના વમળોની દિશા,
ચક્રવાતની દિશા એક બીજાની વિરુદ્ધ
હોય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળો હોય ત્યારે
દક્ષિણ ધ્રુવમાં શિયાળો હોય છે.
ઉત્તર ધ્રૂવ પર સમુદ્ર
આવેલો હોવાથી જમીન ઓછી છે. સમુદ્રનું
પાણી હમેશાં થીજેલું બરફ રહે છે. જ્યારે
દક્ષિણ ધ્રુવ જમીન વિસ્તાર છે અને ખંડ છે.
ઉત્તર ધ્રુવ પર ઉનાળામાં ૧૦
ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહે છે. તેને
સમુદ્રના હૂંફાળા પાણીનો લાભ મળે છે
અને શિયાળામાં માઇનસ ૫૦
ડિગ્રી તાપમાન રહે છે.
દક્ષિણ ધ્રુવ પર માઇનસ ૯૦ ડિગ્રી જેવું
તાપમાન રહે છે. કેમ કે ત્યાં જમીન છે અને
તેની ઉપર બરફનું પડ જામી જાય છે. એટલે
ઉત્તર ધ્રુવ કરતાં દક્ષિણ ધ્રુવ ઘણો ઠંડો છે.
ઉત્તર ધ્રુવ પર ઝડપી પવનો વાય છે અને
તોફાનો સર્જાય છે. જ્યારે દક્ષિણ ધ્રુવ
પ્રમાણમાં શાંત છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.