~~♦ ખોરાકનું પાચન કરતી હોજરી ♦ ~~
→ આપણા શરીરને ખોરાકમાંથી શક્તિ મળે છે.
આપણી દિવસભરમાં બે વાર ભોજન ઉપરાંત
પણ ઘણું ખાઇએ છીએ. બધા જ ખોરાકમાં જુદા જુદા પ્રમાણમાં શક્તિ હોય છે. આપણે ખાધેલા ખોરાકમાંથી સીધી શક્તિ મળતી નથી. તે માટે ખોરાકને લાંબી પ્રક્રિયામાં વિવિધ અવયવોમાંથી પસાર થવું પડે છે. ખોરાક ચાવીને ગળે ઉતરીને અન્નનળીમાં થઇને સૌપ્રથમ હોજરીમાં જાય છે.
→ હોજરીએ ખોરાકનું પ્રાથમિક પાચન કરનાર મુખ્ય અવયવ છે. હોજરી આપણા પેટમાં પાંસળીની નીચે અન્નનળી સાથે જોડાયેલી કોથળી જેવો અવયવ છે. તેનો નીચેનો ભાગ આંતરડા સાથે જોડાયેલો હોય છે.
→ પુખ્ત વયના માણસની હોજરી ૧૨ ઇંચ લાંબી અને ૬ ઇંચ પહોળી હોય છે. તેમાં લગભગ એક લીટર ખોરાક સમાઇ શકે છે.
→ હોજરી સાદી કોથળી નથી પરંતુ તેની દીવાલને પાંચ પડ હોય છે. સૌથી આંતરિક પડમાં પાચક
રસો પેદા થાય છે અને ખોરાક સાથે ભળે છે. ત્યાર બાદ સ્નાયુઓનું બીજુ પડ. આ પડ આંકુચન સંકોચન કરીને ખોરાકને વલોવે છે. બાકીના બે પડ હોજરીના રક્ષણ માટે છે. તમને નવાઇ લાગશે પરંતુ હોજરીનું અંદરનું પડ થોડા દિવસોમાં ઘસાઇને નાશ પામે છે અને નવું બને છે.
→ હોજરી આપણા શરીરને બેક્ટેરીયા સામે રક્ષણ આપતું પ્રથમ પ્રવેશદ્વાર છે. તેમાં પેદા થતો હાઇડ્રોલિક એસિડ તમામ રોગજનક બેક્ટેરીયાનો નાશ કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.