આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 16 November 2014

♥ ગ્રહોનો રાજા ગુરુ ♥

→ સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહને સંસ્કૃતમાં દેવગુરુ પણ કહે છે. તે જ્ઞાનનો સાગર કહેવાય છે અને બીજા ગ્રહો તેના શિષ્યો છે. ગ્રીક સંસ્કૃતિમાં પણ ગુરુને દેવોનો દેવ કહેવાય છે.

→ આવી અદ્ભુત દંતકથાઓ ધરાવતા ગુરુનો ખગોળશાસ્ત્રીઓએ ઊંડો અભ્યાસ કર્યો છે. ગુરુ ગ્રહ
પૃથ્વી કરતા ૧૨ ગણો મોટો છે અને તેને ૬૨થી વધુ ચંદ્રો છે તે સૂર્યની ૧૨ વર્ષે એક પ્રદક્ષિણા કરે છે.

→ નાસાનું ડિસ્કવરી યાન ગુરુની નજીકથી પસાર થયું ત્યારે ગુરુ વિશે કેટલીક નવી વાતો જાણવા મળી. ગુરુ એ ગેસનો બનેલો પ્રચંડ ગોળો છે. તે સૂર્યથી ૭૭ કરોડ કિલોમીટરના અંતરે છે. ગુરુના કેન્દ્રમાં પ્રચંડ તાપમાન ધરાવતા પ્રવાહીનો ગોળો છે.

→ પૃથ્વી કરતા વજનમાં ૧૩૦૦ ગણો મોટો ગુરુ હાઇડ્રોજન, હિલિયમ અને મિથેન વાયુનો બનેલો છે. ગુરુની ધરી પર ફરવાની ગતિ પ્રચંડ છે તે
આપણા નવ કલાકમાં એક ધરીભ્રમણ પૂરું
કરી નાખે છે.

→ ગુરુ પ્રચંડ વેગે ફરતો હોવાથી તેની સપાટી પર ભયંકર વાવાઝોડા થાય છે. આવા તોફાન દૂરબીનમાંથી લાલ ધાબા જેવા દેખાય છે. વિજ્ઞાનીઓ ગુરુ પરના લાલ ધાબાને 'ગ્રેટ રેડ સ્પોટ' કહે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.