આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 16 November 2014

♥ બ્લેઇઝ પાસ્કલ ♥

~ ♦ યાંત્રિક કેલ્ક્યૂલેટરનો શોધક - બ્લેઇઝ પાસ્કલ ♦ ~

→ આજે આપણી પાસે ગણતરી કરવા માટે ઇલેકટ્રોનિક કેલ્ક્યૂલેટર છે. પરંતુ આજથી ૪૦૦
વર્ષ પહેલાં વીજળીનો ઉપયોગ પણ જાણીતો નહોતો ત્યારે ઘણાં બધાં મશીનો શોધાયેલાં. તે
મશીનો હાથ વડે ફેરવીને ચાલતા ચક્રો વડે ઉપયોગી થતા તમને નવાઇ લાગશે પરંતુ તે જમાનામાં બ્લેઇઝ પાસ્કલ નામના વિજ્ઞાાનીએ
ઝડપથી સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. આ યંત્રમાં એક ચોરસ પેટી ઉપર અંકો લખેલા આઠ ચક્રો હતા તેની ઉપર આંકડા દર્શાવતા ખાના હતા. ચક્ર ફેરવો એટલે ઉપરના ખાનાનો આંકડો બદલાય. આઠે ચક્રોને ઇચ્છીત રકમમાં ગોઠવી શકાતા અને તેની ઉપર રહેલા ખાનામાં પરિણામના આંકડા જોવા મળતા.

→ આ મશીનને પાસ્કલાઇન કહેતા. જગતનું એ
પ્રથમ વપરાશમાં આવેલું કેલ્ક્યુલેટર હતું. બ્લેઇઝ પાસ્કલે આ ઉપરાંત પણ ઘણી શોધો કરેલી.

→ પાસ્કલનો જન્મ ફ્રાન્સના ક્લેરમોન્ટ ગામે ઇ.સ. ૧૬૨૩ના જૂન માસની ૧૯ તારીખે થયો હતો.
તેના પિતા રાજ્યમાં કરવેરા અધિકારી હતા. પાસ્કલે ૧૬ વર્ષની નાની વયમાં જ ગણિત અને ભૂમિતિમાં નિપૂણતા મેળવી.પિતાના કામમાં મદદરૃપ થાય તેવા યંત્ર બનાવવાની તેને ઇચ્છા હતી. પાસ્કલની બાળવય દરમિયાન જ તેની માતાનું અવસાન થયું હતું.

→ ૧૬૩૧માં તેનો પરિવાર પેરિસમાં રહેવા આવી ગયો. પાસ્કલ ગણિતમાં નિપૂણ હોવાથી તેના પિતાએ તેને વધુ ભણાવવાનું નક્કી કર્યું.

→ ઇ.સ.૧૬૪૨માં પાસ્કલે તેનું યાંત્રિક કેલ્ક્યુલેટર બનાવ્યું. તેણે ૨૦ મશીનો બનાવીને બજારમાં પણ મુકેલા. પાસ્કલાઇન યંત્ર ઉપરાંત પાસ્કલ તેણે
શોધેલા પાસ્કલના સિધ્ધાંત માટે જાણીતો છે.

→ પ્રવાહી ચારે દિશામાં એક સરખું દબાણ કરે છે તેવો નિયમ શોધેલો. આ નિયમને આધારે ભારે વજન ઉંચકતા હાઇડ્રોલિક ક્રેન કામ કરે છે. વિજ્ઞાન ઉપરાંત પાસ્કલ અધ્યાત્મ ક્ષેત્રે પણ જાણીતો હતો. તેણે ધર્મ સંબંધી ઘણાં પુસ્તકો લખેલા તેના ધર્મસંબંધ પુસ્તકો અગમનિગમ જ્ઞાન જેવા હતા અને વિવાદાસ્પદ બનેલા.

→ ઇ.સ.૧૬૬૨માં ઓગસ્ટની ૧૯ તારીખે પેરિસમાં તેનું અવસાન થયેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.