~ ♦ શાસ્ત્રીય ગીતકાર અને સંગીતકાર - પંડિત રઘુનાથ પાણિગ્રાહી ♦~
→ પંડિત રઘુનાથ પાણિગ્રાહી ભારતીય શાસ્ત્રીય ગીત અને સંગીતકાર હતા. ગીત- સંગીત એ સાધના છે. દરેક વ્યક્તિને ગીત અને સંગીત પ્રિય હોય છે. મોટાભાગના લોકો ગીત ગાતા જ રહે છે, પણ બધાને સંગીતની સાધના ફળતી નથી. દરેક
વ્યક્તિના કંઠે સરસ્વતી દેવી બિરાજતાં નથી. ગીત સહુ ગાઈ શકે છે, પણ સંભાળનારને અનંતમાં લઈ
જવાની દરેકમાં સમર્થતા હોતી નથી.
→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીએ સંગીતની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે મદ્રાસથી સંગીત સાધનાની શરૂઆત કરી હતી.
→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીનો જન્મ ૧૦ ઓગસ્ટ, ૧૯૪૩ના દિવસે ઓરિસ્સાના ગુણુપુર ખાતે થયો હતો. તેમનો ઉછેર અને અભ્યાસ પુરી શહેરમાં થયો હતો. પુરી શહેરની સંસ્કૃતિ અને કલાની અસર પંડિત રઘુનાથ પાણિગ્રાહીના જીવન પર પડી હતી.
→ ગાયકીની શરૂઆત તેમણે માત્ર ઓગણીસ
વર્ષની ઉંમરે ઉડિયા ફિલ્મ 'લેવેપુ'થી કરી હતી. તેમના જીવનનું પ્રથમ ગીત તેમણે તે સમયના સુપરસ્ટાર એન.ટી. રામારાવ માટે ગાયું હતું, જે સફળ સાબિત થયું હતું. તેમણે તે ઉપરાંત તમિલ અને કન્નડ સિનેમા માટે પણ ગીતો ગાયાં છે. તે સમયે ઉડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક
ડિરેક્ટર બોમ્બેથી સંગીતકારને બોલાવતા હતા, ત્યારે પંડિત રઘુનાથ પાણિગ્રાહીની સંગીત અને ગીત ઉપરની પકડ જોઈને ઉડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘેરબેઠા સંગીતરત્ન મળ્યું હોય તેવી લાગણી હતી.
→ તે સમયે મદ્રાસ સંગીત અકાદમીએ તેમને જયદેવ પર વ્યાખ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના પિતાએ પંડિત રઘુનાથ પાણિગ્રાહીને તેમના મિત્રના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપેલ હતી. તેમના મદ્રાસના રોકાણ દરમિયાન તેઓ
ભરતનાટયમ્ શીખ્યા હતા.
→ પંડિત રઘુનાથ પાણિગ્રાહીએ પદ્મશ્રી સંજુકતા પાણિગ્રાહી સાથે લગ્ન કર્યાં હતાં.
→ પંડિત રઘુનાથ પાણિગ્રાહી પહેલાં ઉડિયા ગાયક હતા કે જેમને ફ્રેન્ચ સરકાર દ્વારા ગીતા ગોવિંદના કમ્પોઝિશન બદલ સન્માનીત કરાયા હતા.
→ ભારતીય શાસ્ત્રીય ગીત-સંગીતના ક્ષેત્રે
નોંધનીય પ્રદાન હોવા છતાં ભારત સરકારે તેમને છેક ૨૦૧૦માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત
કર્યા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.