આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 23 October 2014

♥ ઝિબ્રા ♥

→ શરીર પર એક સરખા સફેદ અને કાળા પટ્ટાની પેટર્ન ધરાવતું ઝિબ્રા જાણીતું પ્રાણી છે. તેના પટ્ટાની પેટર્ન ઉપરથી જ રોડ ક્રોસ કરવા માટેના રસ્તા પર દોરેલા કાળા સફેદ પટ્ટાને પણ ઝિબ્રા ક્રોસ કહે છે. ઝિબ્રાના શરીર પર કાળા શરીર પર સફેદ પટ્ટા છે કે સફેદ શરીર પર કાળા પટ્ટા તે પ્રશ્ન
હજી ઉકલ્યો નથી.

→ આફ્રિકાના ઘાસના મેદાનોમાં ઝિબ્રાના ટોળા દોડતાં હોય તે દ્રશ્ય જોવા જેવું હોય છે. આફ્રિકા ઉપરાંત ઇથોપિયા, સોમાલિયા અને કેન્યામાં ઘાસના મેદાનોમાં જોવા મળતા ઝિબ્રા આકર્ષક અને રસપ્રદ પ્રાણી છે.

→ ખચ્ચર જેવા દેખાતા આ પ્રાણીને શરીર પર કાળા સફેદ પટ્ટાની એવી ભાત છે કે તે દોડતાં હોય ત્યારે ભલભલા શિકારી પ્રાણી ભૂલભૂલામણીમાં પડી જાય. સમૂહમાં ઊભેલા ઝિબ્રા આપણને એક
સરખા જ લાગે ક્યારેક તો ઝિબ્રાના બચ્ચાંને તેની માતા પણ ઓળખી શકતી નથી. ઝિબ્રાનું બચ્ચું જન્મ પછી પાંચ કે દસ મિનિટમાં ઊભું થઈ
ચાલવા લાગે છે અને અર્ધા કલાકમાં તો દોડતું થઈ જાય છે.

→ ઝિબ્રા ઘાસ ખાઈને જીવતું વનસ્પતિ આહારી પ્રાણી છે તે ટોળામાં રહે છે અને ટોળાને પોતાના વિસ્તારની હદ નક્કી કરેલી હોય છે. ઊંટની જેમ ઝિબ્રા પાણી વિના લાંબો સમય ચલાવી શકે છે. રાત્રિના અંધકારમાં ઝિબ્રા નજરે પડતાં નથી. આફ્રિકામાં ઝિબ્રાની વસ્તી ઘટતી જાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.