♥ GK BLOG ♥www.aashishbaleja.blogspot.com
લાખિયાં નામનાં જીવડાંમાંથી લાખ મળે છે. ખાખરો, બોરડી વગેરેનાં ઝાડ પર મોટા પ્રમાણમાં આ જીવડાં હોય
છે. ખૂબી એ છે કે આ જથ્થામાં મોટાભાગે માદા જ હોય છે.માદા હોવાનાં બે મુખ્ય કારણોછે. એક તો નર જીવડાનું આયુષ્ય માદા જીવડાં કરતાં લગભગ અડધું હોય છે,
તેથી નર જીવડાંની સંખ્યા ઓછી રહે તે સ્વાભાવિક છે. બીજું કારણ એ છે કે નર અને માદા લાખિયાંના જન્મપ્રમાણનો દર
સરખો નથી. નર અને માદાના જન્મપ્રમાણનો ગુણોત્તર ૧:૨૦૦ જેટલો હોય છે. એટલે કે ૧ નરની સામે ૨૦૦
માદા હોય છે, તેથી લાખ બનાવવા માટે માદા જીવડાંનો ફાળો મોટો છે. લાખ સ્વાદે કડવી, લાલ રંગની અને
ચીકણી હોય છે. દરેક લાખિયા જીવડામાં શરીરના ૧૨%
જેટલી લાખ હોય છે, તેથી કાચિંડો આ જીવડાંને ખાઈ જતો નથી. આશરે દોઢ લાખ જીવડાંમાંથી એક કિલો જેટલી લાખ મળે છે. લાખનો ઉપયોગ ચૂડી, રમકડાં, ગ્રામોફોનની રેકોર્ડ, ફ્લેક્સોગ્રાફિક કાગળ વગેરે બનાવવામાં પણ થાય છે.
♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.