આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 February 2019

♥ મહેંદીના લીલા પાનમાંથી લાલ રંગ કેવી રીતે બને છે? ♥


🔰  મહેંદી સૌંદર્ય પ્રસાધનનું મહત્વનું અંગ છે. શુભપ્રસંગોએ હાથમાં મહેંદી મુકવાની પ્રથા પુરાણી અને વિશ્વભરમાં ફેલાયેલી છે.

🔰  મહેંદી એક વનસ્પતિ છે. તેના લીલા પાન છૂંદીને હાથ ઉપર લગાડવાથી હાથમાં લાલ રંગ બેસી જાય છે અને તે ઘણા દિવસ સુધી રહે છે.

🔰  મહેંદીના છોડની ૪૦૦થી વધુ જાત છે. એશિયાના તમામ દેશો અને વિશ્વના કેટલાક દેશોમાં તે થાય છે. તેના પાનની મહેંદી મુકવા સિવાય છોડનો કોઈ ઉપયોગ નથી. તમામ જાતની મહેંદીના પાન તો મહેંદી મૂકવા ઉપયોગ થાય છે.

🔰 લોસોન નામનું  ખાસ તત્ત્વ હોય છે. તે મહેંદી શરીર પર લગાડવાથી ઠંડક પેદા કરે છે. કેટલાક દેશોમાં લોકો વાળ પણ મહેંદી વડે રંગે છે.

🔰 મહેંદીના પાનનો ઉન, કપાસ અને રેશમના કાપડને રંગવામાં ઉપયોગ થાય છે.

♥ ગેસ માસ્કનો શોધક - ગેરેટ ઓગસ્ટસ મોર્ગન ♥


👉🏻  શ્વસન તંત્રના રોગોથી બચવા માટે શ્વાસમાં શુદ્ધ હવા લેવાય તે જરૂરી છે. પ્રદૂષિત વાતાવરણમાં હવામાં ધૂળના રજકણો સહિત ઘણી અશુધ્ધિ હોય છે. આ અશુદ્ધિ શ્વસનતંત્રના રોગો કરે છે તેનાથી બચવા માસ્ક પહેરવા જોઈએ.

👉🏻  વળી લેબોરેટરી કે અન્ય રાસાયણિક કારખાનાઓમાં, ગેસ લીકેજ વખતે ઝેરી ગેસથી બચવા પણ વિશિષ્ટ પ્રકારના માસ્ક ઉપયોગમાં લેવાય છે. ગેસ માસ્કની શોધ અમેરિકન વિજ્ઞાની મોર્ગને કરેલી.

👉🏻  ગેરેટ મોર્ગનનો જન્મ અમેરિકાના સિનસિનેટી શહેરમાં ઈ.સ. ૧૮૭૭ના માર્ચની ચોથી તારીખે થયો હતો.

👉🏻  ગરીબ પરિવારમાં જન્મેલા મોર્ગનને બાળવયમાં જ જમીનદારને ત્યાં નોકર તરીકે કામ કરવું પડેલું. એટલે તેને ભણવાની તક મળી નહોતી.

👉🏻  યુવાન વયે તે નોકરીની શોધમાં કિલવલેન્ડ ગયો અને ત્યાં સિલાઈ મશીન રિપેરિંગનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેણે દરજીની દુકાન શરૂ કરી. આ દરમિયાન અકસ્માત જ તેને એવું એક રસાયણ મળ્યું કે જેમાં કપડા પલળવાથી કડક થઈ જતાં. આ રસાયણનો ઉપયોગ કરીને તેણે ગેસ માસ્ક બનાવ્યા.

👉🏻  તેના ગેસ માસ્ક ધૂમાડા સામે રક્ષણ આપતા.

👉🏻  ૧૯૧૬માં એક વિસ્ફોટ વખતે આ ગેસ માસ્કનો વ્યાપક ઉપયોગ થયો અને તે સમગ્ર અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયો. સરકારે તેને સુવર્ણચંદ્રક એનાયત કર્યો.

👉🏻  મોર્ગન વિજ્ઞાની નહોતો પરંતુ તેણે ગેસ માસ્ક ઉપરાંત ટ્રાફિક સિગ્નલ લાઈટની શોધ પણ કરેલી.

👉🏻  ૧૯૬૩ના જુલાઈની ૨૭ તારીખે તેનું અવસાન થયેલું.

♥ ઓક્ટોપસ ♥


🌷 ઓક્ટોપસની લગભગ 300 જાત છે.કેટલાંક ગરમ સમુદ્રમાં રહે છે તો કેટલાંક દરિયાના ઊંડા તળિયે રહે છે.

🌷 ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે.

🌷 ઓક્ટોપસને હાડકા હોતા નથી એટલે ગમે તેવી સાંકડી જગ્યામાં પ્રવેશી શકે છે.

🌷 ઓક્ટોપસને પોપટની ચાંચ જેવું સખત જડબું હોય છે.

🌷 ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.

🌷 સૌથી મોટું ઓક્ટોપસ પણ ૧૫ કિલો વજનનું હતું અને ૧૪ ફૂટ ઘેરાવો ધરાવતું હતું. તે પેસેફિક મહાસાગરમાં ઘણી ઊંડાઈએ જોવા મળ્યું હતું.

🌷 ઓક્ટોપસ સાંકડી જગ્યામાં સંકોચાઈને, રંગીન પ્રવાહીનો ફૂવારો છોડીને તેમજ રંગ બદલીને સ્વરક્ષણ કરી શકે છે.

🌷 ઓક્ટોપસ સૌથી બુદ્ધિશાળી જળચર હોવાનું કહેવાય છે.