આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 3 February 2019

♥ ગેસ માસ્કનો શોધક - ગેરેટ ઓગસ્ટસ મોર્ગન ♥


👉🏻  શ્વસન તંત્રના રોગોથી બચવા માટે શ્વાસમાં શુદ્ધ હવા લેવાય તે જરૂરી છે. પ્રદૂષિત વાતાવરણમાં હવામાં ધૂળના રજકણો સહિત ઘણી અશુધ્ધિ હોય છે. આ અશુદ્ધિ શ્વસનતંત્રના રોગો કરે છે તેનાથી બચવા માસ્ક પહેરવા જોઈએ.

👉🏻  વળી લેબોરેટરી કે અન્ય રાસાયણિક કારખાનાઓમાં, ગેસ લીકેજ વખતે ઝેરી ગેસથી બચવા પણ વિશિષ્ટ પ્રકારના માસ્ક ઉપયોગમાં લેવાય છે. ગેસ માસ્કની શોધ અમેરિકન વિજ્ઞાની મોર્ગને કરેલી.

👉🏻  ગેરેટ મોર્ગનનો જન્મ અમેરિકાના સિનસિનેટી શહેરમાં ઈ.સ. ૧૮૭૭ના માર્ચની ચોથી તારીખે થયો હતો.

👉🏻  ગરીબ પરિવારમાં જન્મેલા મોર્ગનને બાળવયમાં જ જમીનદારને ત્યાં નોકર તરીકે કામ કરવું પડેલું. એટલે તેને ભણવાની તક મળી નહોતી.

👉🏻  યુવાન વયે તે નોકરીની શોધમાં કિલવલેન્ડ ગયો અને ત્યાં સિલાઈ મશીન રિપેરિંગનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેણે દરજીની દુકાન શરૂ કરી. આ દરમિયાન અકસ્માત જ તેને એવું એક રસાયણ મળ્યું કે જેમાં કપડા પલળવાથી કડક થઈ જતાં. આ રસાયણનો ઉપયોગ કરીને તેણે ગેસ માસ્ક બનાવ્યા.

👉🏻  તેના ગેસ માસ્ક ધૂમાડા સામે રક્ષણ આપતા.

👉🏻  ૧૯૧૬માં એક વિસ્ફોટ વખતે આ ગેસ માસ્કનો વ્યાપક ઉપયોગ થયો અને તે સમગ્ર અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયો. સરકારે તેને સુવર્ણચંદ્રક એનાયત કર્યો.

👉🏻  મોર્ગન વિજ્ઞાની નહોતો પરંતુ તેણે ગેસ માસ્ક ઉપરાંત ટ્રાફિક સિગ્નલ લાઈટની શોધ પણ કરેલી.

👉🏻  ૧૯૬૩ના જુલાઈની ૨૭ તારીખે તેનું અવસાન થયેલું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.