આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 4 January 2019

♥ ભૂલભૂલામણીવાળી પ્રાચીન ઇમારત: લખનઉની ભૂલભૂલૈયા મસ્જિદ ♥



TO SEE & DWNLD THE VIDEO

CLICK HERE

💥 કોયડા, ઉખાણાં અને મગજમારી પણ લોકપ્રિય રમતો છે. અટપટા રસ્તાવાળા બાંધકામો ઘણે સ્થળે જોવા મળે. ભારતમાં પણ એક પ્રાચીન મસ્જિદમાં પ્રવેશો પછી ભૂલા પડી જવાય એવી ભૂલભૂલામણી છે.

💥 ઇ.સ. ૧૭૮૨મા દૂષ્કાળ પડેલો ત્યારે ઉત્તરપ્રદેશના લખનઉમાં અસદ્ ઉદ્ દૌલા નામના બાદશાહે લોકોને રોજી રોટી આપવા એક વિશાળ ઇમારત બાંધવાનું આયોજન કર્યુ. બાદશાહે ભૂલભૂલામણી વાળુ અટપટ્ટુ મકાન બાંધવા નક્કી કર્યું. ૧૦ વર્ષ સુધી ચાલેલા બાંધકામમાં હજારો લોકોને રોજગારી મળેલી. આ બાંધકામને ભૂલભૂલૈયા મસ્જિદ કહે છે.

💥 લખનઉના લોકપ્રિય જોવા લાયક સ્થળોમાં ભૂલભૂલૈયા મસ્જિદ પણ છે. મસ્જિદનો મુખ્ય ખંડ ૫૦ મીટર લાંબો અને ૧૬ મીટર પહોળો છે. ૧૫ મીટર ઉંચાઈએ તેની છત એક પણ થાંભલા વિના ટકી રહી છે. 

💥 ખંડની ફરતે જુદી જુદી ઊંચાઈની આઠ ચેમ્બર છે. ફરતે પરસાળ છે. તેમાં ૪૮૯ બારણા છે. કયા બારણેથી પ્રવેશ્યા અને ક્યાંથી બહાર નિકળ્યા તે યાદ જ ન રહે. તેવી આ મસ્જિદ છે. સંકૂલમાં પ્રવેશવા માટે ૧૮ મીટર ઊંચો દરવાજો છે. દિવાલો અને બારણા પર સુંદર નકશીકામ અને શિલ્પકળા છે. સાથે સાથે વાવ અને ઇમામવાડા પણ જોવા જેવા સ્થળો છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.