🌎 શનિનો એન્સીલેડસ નામનો નાનકડો ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા રિફલેક્શન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.
🌎 ગુરૂને ૬૭ કરતાંય વધુ ચંદ્ર છે પરંતુ તેમાંના ૫૩ ને જ ઓળખીને નામ અપાય છે.
🌎 યુરેનસ પર મિથેન વાયુ ભારોભાર છે. તે લાલ રંગનું શોષણ કરે છે એટલે આખો ગ્રહ ભૂરો દેખાય છે.
🌎 પ્લૂટો હવે ગ્રહ ગણાતો નથી પરંતુ તેને પણ તેના જેટલાજ કદનો કેરોન નામનો ચંદ્ર છે.
🌎 પૃથ્વી ઉપરથી ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રોમેડા અને ટ્રાંયંગુલુમ ગેલેકસી નરી આંખે દેખાય છે.
🌎 સૂર્યમાળાના બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ કરતાં વધુ થાય છે.
🌎 બુધ ઉપર વાતાવરણ નથી એટલે ત્યાં પવન કે પાણી નથી.
🌎 નેપચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરતે અવળી દિશામાં પ્રદક્ષિણા કરે છે.
🌎 યુરોપિયન સ્પેસ એજન્સીનું ઓલિમ્પસ સ્પેસક્રાફટ એક માત્ર એવું છે કે જે ઉલ્કાપાતમાં નાશ પામેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.