આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 7 January 2019

♥ પ્રાચીન સ્મારકોનો ખજાનો: હમ્પી ♥

FOR VIDEO CLICK HERE



★ કર્ણાટકમાં આવેલું હમ્પી સંખ્યાબંધ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું વિશ્વપ્રસિધ્ધ સૌંદર્ય ધામ છે. જો કે તેના મોટા ભાગના સ્મારકો આજે ખંડેર જેવી સ્થિતિમાં છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી પ્રાચીન વિજયનગર રાજયનું પાટનગર હતું.

★ નાની મોટી ટેકરીઓ વચ્ચે લગભગ પાંચસોથી વધુ પ્રાચીન બાંધકામો અહીં જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, તળાવ, ગઢ, ચબુતરા, મંડપ, બજાર, જેલ અને રાજભંડાર જેવી ઇમારતો છે.

★ હમ્પીમાં આવેલું વિઠલ મંદિર સૌથી વધુ સુંદર છે. તેના મુખ્ય હોલમાં ૫૬ સ્થંભ છે. તેને ટકોરા મારવાથી મધુર રણકાર થાય છે. મંદિરની બહાર પથ્થરનો કોતરેલી રથ છે. અહીંના કમલ મહેલ અને સ્નાનાગાર પણ જોવા મળે છે. કમલ મહેલ કમળના આકારનું બે માળનું સ્થાપત્ય છે. હવાઉજાસ માટેની તેની રચના અદ્ભુત છે.

★ હમ્પી ઇસુની પ્રથમ સદીનું શહેર ગણાય છે. તેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.