🌷 વિશ્વના મહાસમુદ્રોમાં જીવંત એવી માછલીની ૨૫૦૦૦ જાત છે. તેમાં ૨૫૦ જાતની શાર્ક છે.
🌷 સમુદ્રમાં માછલી ઉપરાંત ૭ જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન, ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધર બેક ટર્ટલ એમ ૩ જાતના કાચબા જોવા મળે છે.
🌷 વિરાટકાય વ્હેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે.
🌷 માછલીના શરીર પર ભિંગડા હોય છે. જાણકારો ભિંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે.
🌷 વેનેઝુએલાની કિલી કિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાય તો તે બે મહિના સુધી જીવીત રહે છે.
🌷 કોસ્મોપોલિટન સેઇલ ફિશ ચિત્તા કરતા પણ ઝડપી છે. તે ૧૧૦ કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે.
🌷 વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શક્તી નથી તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
🌷 શાર્કને ચૂઈમાં સતત પાણી પ્રવેશે તે માટે તરતાં રહેવું પડે છે. તે તરતી અટકે તો ડૂબીને મરી જાય.
🌷 વાઈપર ફિશને અણિયાળા દાંત જડબાંની બહાર લંબાયેલા હોય છે. તે ઝડપથી ઘસીને શિકારના શરીરમાં દાંત ખોસી દે છે.
🌷 કેટ ફિશ મોંમા ઇંડા રાખીને સેવે છે. બચ્ચાને જન્મ થાય ત્યાં સુધી ભૂખી રહે છે.
🌷 જાયન્ટ સ્કવીડની આંખો જીવજગતમાં સૌથી મોટી હોય છે. તેની આંખો દોઢ ફૂટ વ્યાસની હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.