આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 27 August 2017

♥ વરસાદ વિશેની અજાણી વાતો ♥

☔ સૌથી ઓછો વરસાદ રણપ્રદેશમાં નહીં પણ બરફથી ઢંકાયેલા એન્ટાર્કટીકામાં પડે છે

☔ વરસાદને કારણે દરેક વખતે જમીન ભીની થતી નથી કારણ કે ગરમ પ્રદેશમાં વરસાદ જમીન પર પડતાની સાથે જ વરાળ બની ઉડી જતો હોય છે.

☔ વરસાદની પોતાની કોઇ ગંધ કે સ્વાદ હોતો નથી.તેમાં બીજા તત્ત્વો ઉમેરાવાને કારણે તેનો સ્વાદ અને સુગંધ આવે છે.

☔ દરેક વરસાદના ટીપામાં પાણી હોય જ એ જરૂરી નથી.કેટલાક વરસાદના ટીપામાં માત્ર એસિડ અને ઝેરી વાયુઓ જ હોય છે.

☔ વાદળોના આકાર અને રંગ પરથી પણ વરસાદ પડશે કે નહીં તે જાણી શકાય છે.થોડું લાંબુ અને સપાટ વાદળું હોય કે કાળાશ પડતા   કે રાખોડી રંગનું હોય તો ૨૪ કલાકમાં વરસાદ પડશે એવું કહી શકાય.

☔ વરસાદનું એક ટીપું વાતાવરણમાં લગભગ ૧૦ દિવસ સુધી રહે છે.

☔ યુગાન્ડાના લોકોને વીજળીની બીક ક્યારેય લાગતી નથી.કારણ કે ત્યા વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૨૫૦ દિવસ વરસાદ પડવા સાથે વીજળી થતી હોય છે.

☔ શુક્ર અને મંગળ પર સલ્ફર અને મિથેનનો વરસાદ પડે છે.

☔ પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલા એક ગ્રહ પર તો લોખંડના કણનો વરસાદ પડે છે.

☔ આખી દુનિયામાં ભારતના ચેરાપુંજી (મોનસિનરમ) માં સૌથી વધુ વરસાદ પડે છે.ત્યાં વરસમાં ૨૬૪૬૦ મિ.મી. વરસાદ પડે છે.

☔ અમેરિકાનાં હવાઇ રાજ્યમાં આવેલા વાયાલિયાલી પર્વત પર વર્ષનાં ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ વરસાદ પડે છે.

☔ અત્યાર સુધીનો સૌથી વધારે વરલાદ લા રિયુનિયન નામના ટાપુ પર પડ્યો હતો.ત્યા ૨૪ કલાકમાં ૭૧ ઇંચ વરસાદ પડેલો.

☔ ક્યુબામાં માત્ર બપોરે વરસાદ પડે છે અને થાઇલેન્ડમાં માત્ર રાત્રે વરસાદ પડે છે.

☔ બ્રાઝિલના આવેલા પેરામાં લોકો વરસાદને આધારે પણ પોતાની ઘડિયાળ સેટ કરતા હોય છે.કેમ કે ત્યા દરરોજ એક જ સમયે વરસાદ પડે છે.

☔ સામાન્ય રીતે આપણે ચિત્રોમાં કે કાર્ટુન્સમાં જોઇએ છીએ તેમ વરસાદના ટીપાનો આકાર આંસુના ટીપા જેવો નથી હોતો.હકીકતમાં વરસાદનાં ટીપા ઇંડાના આકાર જેવા હોય છે.

☔ સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં એવો કાયદો પસાર કરવામાં આવેલો કે જો વરસાદની આગાહી કરનારો માણસ વરસાદની ખોટી આગાહી કરે તો તેને ફાંસીએ ચડાવી દેવો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.