આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 27 August 2017

♥ મોટી આંખોવાળું સુમાત્રાનું ટાર્સિયર ♥

🌹 ફિલિપાઇન્સ, જાવા, સુમાત્રા અને દક્ષિણ એશિયામાં જોવા મળતું ઉંદરના કદનું ટાર્સિયર દેખાવમાં ઘુવડ જેવું બિહામણું પ્રાણી છે.

🌹 ૧૦થી ૧૫ સેન્ટીમીટર લાંબું શરીર અને ૨૫ સેન્ટીમીટર લાંબી પાતળી પૂંછડી ધરાવતા આ પ્રાણીની આંખો લગભગ દોઢ સેન્ટીમીટર વ્યાસની હોય છે.

🌹 નાક અને મોં નાના કદના પણ મોટી મોટી આંખોથી તે બિહામણું લાગે છે.

🌹 ટાર્સિયર નાના જીવજંતુઓનો શિકાર કરે છે તે વનસ્પતિ ખાતું નથી. ટાર્સિયરના ચાર ટૂંકા પગના તળિયે ગાદી હોય છે. તેના પંજા ઝાડની ડાળી કે અન્ય સપાટી પર ચોંટી રહે છે. ટાર્સિયર ઝાડ ઉપર રહે છે.

🌹 એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારવામાં કે કુશળ છે. ટાર્સિયર જંગલમાં ટોળામાં રહે છે. તે સાપ અને ગરોળી જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. ટાર્સિયર નષ્ટપ્રાય પ્રાણી ગણાય છે. દક્ષિણ એશિયાના જંગલોમાં તેની વસતિ ઘટતી જાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.