આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 10 April 2017

♥ લખનૌની ભૂલભૂલામણી : ભૂલભૂલૈયા મસ્જિદ ♥



👉🏻 ભારતમાં મોગલકાળમાં બંધાયેલી મસ્જિદ, મકબરા, અને મિનારા વિશ્વપ્રસિદ્ધ છે. આ બાંધકામોમાં જાત જાતની લાક્ષણિકતાઓ જોવા મળે છે. બિજાપુરનો ગોળગુંબજ તેના પડઘા માટે જાણીતો છે. કેટલાક ડોલતા મિનારા આશ્ચર્ય ઉપજાવે તેવા છે. પરંતુ લખનૌની ભૂલભૂલૈયા મસ્જિદમાં અંદર પ્રવેશો તો બહાર નિકળવાનો રસ્તો મળે નહીં, ફરી ફરીને હતા ત્યાં જ આવો.

🌺 અસદ ઉદ દૌલા નામના બાદશાહે ઇ.સ.૧૭૮૨માં આ મસ્જિદ બંધાવેલી. કહેવાય છે કે તે સમયે દુષ્કાળ હતો. બાદશાહે લોકોને રોજી આપવા માટે આ મોટું બાંધકામ કરાવેલું. ભૂલભૂલૈયા મસ્જિદનું બાંધકામ દસ વર્ષ ચાલ્યુ હતું.

🌺 મસ્જિદનો મુખ્ય ખંડ ૫૦ મીટર લાંબો અને ૧૬ મીટર પહોળો છે. ૧૫ મીટર ઊંચાઈએ છત એક પણ થાંભલા વિના ટકી રહી છે.

🌺 થાંભલા કે વચ્ચે ટેકા વિનાનો વિશ્વનો આ સૌથી મોટો સ્લેબ છે.

🌺 મુખ્યખંડની ફરતે જુદી જુદી ઊંચાઈની આઠ ચેમ્બર છે. મસ્જીદમાં પ્રવેશવા લાંબી પરસાળ છે. તેમાં ૪૮૯ એકસરખા દેખાવનાં બારણાં છે.

🌺 ભારતમાં ભૂલભૂલામણીવાળું આ એક જ બાંધકામ છે.

🌺 મુખ્ય સંકુલમાં પ્રવેશવા માટે ૧૮ મીટર ઊંચાઈનો રૂમી દરવાજો પણ સુંદર છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.