આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 10 April 2017

♥ ગરમી ♥



👉🏻 ગ્લોબલ વાર્મિંગ ને કારણે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. તે જાણીતી વાત છે. ઉનાળો ગરમીની સિઝન છે પરંતુ હવે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તમે હવામાન સમાચારમાં વિવિધ વિસ્તારોનાં તાપમાન વિશેના સમાચારો વાંચતા હશો. આ ગરમી અને ઉષ્ણાતામાનનું વિજ્ઞાન પણ અનોખું છે.

🔥 તાપમાન એટલે ટેમ્પરેચર અને ગરમી કે હીટ એ બે વસ્તુ જુદી છે. ઊંચું તાપમાન અને હીટેવેવ આ બંને પણ વિજ્ઞાનની ભાષામાં જુદા છે. ૪૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોય તેને પ્રચંડ ગરમી કહેવાય પણ તેને હીટવેવ કહેવાય નહીં.

વિજ્ઞાનીઓ કહે છે કે તાપમાનમાં એકાએક આઠ ડિગ્રીનો વધારો થાય તે સ્થિતિને હીટવેવ કહેવાય.

🔥 ઉનાળામાં જમીન પર એક ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં વર્ષે બે લાખ કેલરી ગરમી વરસે છે. સામાન્ય રીતે આપણે ગરમી અને ઠંડી એમ બે શબ્દોનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. આ શબ્દો અનુભવ અને હેતુ આધારિત છે.

🔥 વિજ્ઞાનીઓ ઠંડીને નીચા તાપમાન તરીકે જ ઓળખે. ગરમીના પ્રમાણને ટેમ્પરેચર નામ અપાયું છે. તેના મુખ્ય ત્રણ પ્રમાણ છે. કેલ્વીન, ફેરનહીટ અને સેલ્શિયસ.

🔥 સામાન્ય રીતે વ્યવહારમાં ગરમીનું માપ સેલ્સિયસ ડિગ્રીમાં માપવામાં આવે છે. કેટલાક દેશોમાં ફેરનહીટ પ્રચલિત છે. કેલ્વીન ડિગ્રી વિજ્ઞાન પ્રયોગોમાં ઉપયોગી છે. માઈનસ ૨૭૩.૫ સેલ્સિયશ ડિગ્રીએ કેલ્વીનનું માપ શૂન્યથી શરૂ થાય છે. ગરમી એ શક્તિ છે. તેના જથ્થાને કેલરી કહે છે.

🔥 એકસરખી ગરમી આપવાથી જુદી જુદી ચીજોનું તાપમાન જુદું જુદું હોઈ શકે છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.