આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 6 March 2017

♥ એન્ટિમેટરનો શોધક : પૌલ એન્ડ્રિયન ડિરાક ♥



🔴 બિગ બેંગના શક્તિશાળી વિસ્ફોટમાં બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે સૂર્ય ગ્રહો અને વિવિધ પદાર્થો પેદા થયા તેની સાથે તેમના જ વિરોધી ગુણધર્મ પણ અનેકગણા શક્તિશાળી પદાર્થો પેદા થયેલા. આ પદાર્થોને એન્ટિમેટર કહે છે. 

🔴 બ્રહ્માંડ આજે પણ છે પરંતુ એન્ટિમેટરનું પેદા થયા પછી શું થયું તે એક રહસ્ય છે. એન્ટિમેટર પેદા થવાની થિયરી પૌલ ડિરાક નામના વિજ્ઞાાનીએ શોધેલી. તેણે ક્વોન્ટમ મિકેનિક અને ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પણ નવા સંશોધનો કરેલા. 

🔴 તેને ૧૯૩૩માં ફિઝિક્સનું નોબેલ ઇનામ મળેલું.

🔴 પૌલ ડિરાકનો જન્મ ઇ.સ. ૧૯૦૨ના ઓગસ્ટની આઠ તારીખે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં થયો હતો. તેના પિતા ફ્રેન્ચશિક્ષક હતા અને માતા લાઇબ્રેરિયન હતા. તેના પિતા ખૂબ જ કડક અને શિસ્તના આગ્રહી હતા. બિશપ રોડ પ્રાઇમરી સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી પૌલ તેના પિતાની જ મર્ચન્ટ વેન્ચર્સ ટેકનિકલ કોલેજમાં જોડાયો. ત્યારબાદ બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો. 

🔴 ૧૯૨૧માં તેણે કેમ્બ્રિજની સેંટ જ્હોન કોલેજમાં પ્રવેશ મેળવ્યો એમાં ફર્સ્ટ ક્લાસ મેળવી એન્જિનિયરિંગમાં બીએસસી થયો તેને સારી સ્કોલરશીપ મળતી હતી. 

🔴 ૧૯૨૬માં તેણે ક્વોન્ટમ ફિઝિક્સમાં પીએચડીની ડિગ્રી મેળવી અને કોપનહેગનમાં  સંશોધન કાર્ય શરુ કર્યા.ડિરાકે અગિયાર જેટલા સંશોધનપત્રો પ્રસિદ્ધ કરેલા. તે બહુ ઓછાબોલો હતો પણ વિદ્વાન હતો.

🔴 તે શ્રદ્ધાળુ હતો પરંતુ અંધશ્રદ્ધાળુ નહોતો. ઇશ્વરનું અસ્તિત્વ વૈજ્ઞાાનિક રીતે સાબિત કરવાની તેની ઇચ્છા હતી. તે દિશામાં તેણે એન્ટિમેટરની થિયરી રજૂ કરી અને વિશ્વને ઊર્જાનો નવો સ્ત્રોત આપ્યો.

🔴 ડિરાકને ૧૯૩૩માં નોબેલ પ્રાઇઝ ઉપરાંત કોપર્સ મેડલ, એક્સપ્લાક મેડ અને બ્રિટનનો શાહી નાઇટહૂડ ઇલકાબ એનાયત થયેલા.

🔴 ઇ.સ. ૧૯૮૪ના ઓક્ટોબરની ૨૦ તારીખે તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.