આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 6 March 2017

♥ કાઉન્ટડાઉનની ગણતરી હંમેશા ઊંધી જ કેમ હોય છે ?



⏰ રોકેટનું લોંચિંગ, પ્રાયોગિક અણુ ધડાકા વગેરેની શરૃઆત ૧૦ થી શરૃ કરીને એક સુધી ક્રમમાં ગણતરી કરીને થાય છે તેને કાઉન્ટ ડાઉન કહે છે. આ ગણતરી સેંકડ, મિનિટ, કલાકે દિવસોની ગણતરીમાં પણ થાય છે. આ પ્રથા ક્યારે અને કેમ શરૂ થઈ તે પણ જાણવા જેવું છે.

⏰ ઇ.સ. ૧૯૨૯માં જર્મનીમાં બનેલી એક ફિલ્મમાં રોકેટ લોચિંગ માટે રમૂજમાં કાઉન્ટડાઉનનો ઉપયોગ થયો. તેને વ્યવસ્થિત રૂપ આપી કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં સ્પર્ધાઓ દરમિયાન ઉપયોગ શરૂ થયો. અવકાશ સંસ્થાઓએ રોકેટના લોંચિગ માટે તેનો ઉપયોગ કર્યો. રોકેટના લોચિંગની કાઉન્ટડાઉનની શરૂઆત ૯૬ કે ૭૨ કલાક પહેલા શરૂ થાય છે. આ સમય દરમિયાન રોકેટમાં સાધનો મૂકવા હવામાનની તપાસ કરવી જેવા મહત્વના કામ કરી તે થયા તેની ખાતરી રખાય છે.

⏰ લોચિંગનો સમય નજીક આવતો જાય તેમ તેમ તેને લગતાં કામો સમયસર થાય તે માટે કાઉન્ટડાઉનનો ઉપયોગ થાય છે.

⏰ અવકાશના દરેક મિશન માટે કાઊન્ટડાઉનના ૧૦૦ જેટલાં પુસ્તકો લખાય છે. રોઝી કાર્વર નામના રાઈટરે ૩૦૦ મિશન માટે ૧૫૦૦૦ ક્રિયાઓ લખેલી. કાઉન્ટ ડાઉનની છેલ્લી દસ સેકંડ બધા સાંભળે તેમ બોલીને કરવામાં આવે છે. નવા વર્ષના આગમનની રાત્રે કાઉન્ડ ડાઉન શરૂ થાય છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં થતુ આ કાઉન્ડ ડાઉન વિશ્વપ્રસિદ્ધ છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.