💧 પૃથ્વી પર પાણી છે. એટલે જ જીવન છે. પૃથ્વી પર બે અબજવર્ષ પહેલાં પાણી પેદા થયું અને તેનો જથ્થો સમાન રીતે જળવાઈ રહ્યો છે. પૃથ્વી પર પાણી બરફ, પ્રવાહી અને વરાળ સ્વરૂપે હોય છે.
💧 પૃથ્વીના વાતાવરણમાં વરાળ સ્વરૃપે રહેલો જથ્થો, વરસાદ બની પૃથ્વી પર એક સાથે પડે તો આખી પૃથ્વી એક ઇંચ પાણીથી ઢંકાઈ જાય.
💧 વિશ્વની હિમ નદીઓમાં બરફ સ્વરૂપે એટલું પાણી છે કે તે વરસાદ બની વરસે તો પૃથ્વી પર સતત ૬૦ વર્ષ વરસાદ રહે.
💧 વિશ્વની લગભગ તમામ સંસ્કૃતિમાં પાણીને દેવ કહેવાય છે.
💧 પૃથ્વી પરના પાણીનો ૯૭.૫ ટકા ભાગ સમુદ્રોમાં છે.
💧 પાણી જામીને બરફ બને ત્યારે તેનું કદ વધે. ખારા પાણીમાંથી બનેલા બરફમાં મીઠું હોતું નથી.
💧 દરિયામાં દર એક કિલોગ્રામ પાણીએ ૩૫ ગ્રામ મીઠું હોય છે.
💧 દરિયાનું ક્ષારવાળું પાણી માઇનસ બે ડિગ્રીએ જામીને બરફ બને છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.