🔮 રબર તેમજ ધાતુની સ્પ્રિંગ જેવા સ્થિતિસ્થાપક પદાર્થો ખેંચવાથી લાંબા થાય છે અને દબાવવાથી સંકોચાય છે. સ્થિતિસ્થાપક પદાર્થોના કદમાં થતો વધારો કે ઘટાડો તેની ઉપર લાગતા બળ અને તેની દિશા પર આધારિત છે.
🔮 ૧૭ મી સદીમાં થઈ ગયેલા રોબર્ટ હૂક નામના વિજ્ઞાનીએ આ સંબંધ અંગે અભ્યાસ કરીને સમિકરણ દ્વારા નિયમ ઘડયો હતો. તેને હૂકનો નિયમ કહે છે.
🔮 આજે સ્પ્રિંગકાંટા જેવા અનેક સાધનો બનાવવામાં આ નિયમનો ઉપયોગ થાય છે. રોબર્ટ હૂક આઇઝેક ન્યૂટનના જમાનામાં થઈ ગયેલો પ્રસિદ્ધ વિજ્ઞાની હતો.
🔮 લંડનની મહાભીષણ આગ પછી લંડનનું ફરી નિર્માણ કરવામાં તેનો મોટો ફાળો હતો. તે વિવાદાસ્પદ વિજ્ઞાની હતો. તેની કોઈ તસવીર ઉપલબ્ધ નથી.
🔮 તેણે ફિઝિકલ, બોયોલોજી અને અવકાશક્ષેત્રે ઘણા સંશોધનો કરેલા. તે રોયલ સોસાયટીનો સભ્ય હતો. તેણે કરેલાં સંશોધનોને જરૂરી પ્રસિદ્ધિ મળી નહોતી.
🔮 રોબર્ટ હૂકનો જન્મ ઇ.સ.૧૬૩૫ ના જૂલાઈના ૨૮ તારીખે ઇગ્લેન્ડના ફ્રેશવોટર ગામે થયો હતો. તેના પિતા ચર્ચ ઓફ ઇગ્લેન્ડમાં પાદરી હતા. બાળપણમાં બિમાર હોવાથી તેને મોટા ભાગનું શિક્ષણ ઘરે જ આપવામાં આવેલું.
🔮 ઇ.સ. ૧૬૪૮માં તેના પિતાનું અવસાન થયા બાદ તે અભ્યાસ માટે લંડન ગયો. લંડનની વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં ગ્રીક, લેટિન, ગણિત અને મિકેનિકલ અભ્યાસ માટે જોડાયો.
🔮 ઇ.સ.૧૬૫૫માં તેણે સુપ્રસિદ્ધ વિજ્ઞાાની રોબર્ટ બોઈલના મદદનીશ તરીકે કારકિર્દિ શરૂ કરી.
🔮 ઇ.સ.૧૬૬૦ માં તેણે સ્થિતિસ્થાપકતાનો નિયમ શોધ્યો. એ સમયે રોબર્ટ બોઈલ સહિત ૧૨ જેટલા વિજ્ઞાનીઓએ રોયલ સોસાયટીની સ્થાપના કરી.
🔮 રોબર્ટ હૂકને તેના કયુરેટર તરીકે નિમણૂક મળી. તે સમયે તેણે લેન્સ અને માઇક્રોસ્કોપ અંગે ' માઇક્રોગ્રાફિયા' નામનું પુસ્તક પણ લખ્યું. ત્યારબાદ તેણે ગુરૂત્વાકર્ષણ અંગે ઘણા સંશોધનો કર્યા.
🔮 જમીનમાંથી મળી આવતા અશ્મિઓ જીવંત પ્રાણીઓના અવશેષો હોવાની શોધ તેણે કરેલી.
🔮 તેણે ચંદ્રની સપાટી અને શનિના વલયોનો પણ અભ્યાસ કરેલો. તે સારો આર્કિટેકટ પણ હતો.
🔮 ઇ.સ. ૧૬૬૬માં લંડનમાં લાગેલી ભીષણ આગમાં લંડન નાશ પામ્યુ હતું. રોબર્ટ હુકે સર્વેયરની કામગીરી બજાવી. અનેક ચર્ચ અને મકાનો, હોસ્પિટલો ફરીથી બાંધવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
🔮 તેના યોગદાન બદલ તેને ઇ.સ. ૧૬૯૧માં ડોકટર ઓફ ફિઝિકસની પદવી એનાયત થયેલી.
🔮 રોબર્ટ હૂક ને તે સમયના વિજ્ઞાનીઓ સાથે વાદ વિવાદ અને ઝઘડા થતા. તે ઝઘડાળુ અને ઇર્ષાળુ તરીકે પ્રસિદ્ધ થયેલો. પાછલી જિંદગીમાં તે ખૂબ જ બીમાર પડેલો
🔮 ઇ.સ. ૧૭૦૩ના માર્ચ માસની ત્રીજી તારીખે તેનું અવસાન થયેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.