🔵 વિમાનમાંથી કૂદકો મારી જમીન પર ઉતરવા માટેના સલામત સાધન પેરાશૂટની સૌ પ્રથમ કલ્પના ઈ.સ. ૧૪૮૫માં લિયોનાર્ડો દ' વિન્સીએ કરેલી.
🔵 ઇ.સ. ૧૭૮૫માં ફ્રાન્સના જીન પિયરે બ્લેન્ચાર્ડે પ્રથમ પેરાશૂટ બનાવી. બલૂન દ્વારા આકાશમાં ઊંચે જઈ તેણે કૂતરાને પેરેશૂટ સાથે બાંધી સલામત ઉતરાણ કરાવેલું.
🔵 આધુનિક પેરાશૂટની શોધ ૧૮મી સદીમાં ફ્રાન્સના સેબાસ્ટિન લેનોમાન્ડે કરેલી તો ૧૭૮૬માં જાહેરમાં પેરાશૂટ વડે કૂદકો મારી નિદર્શન કરેલું.
🔵 ઇ.સ. ૨૦૦૦માં બ્રિટીશ બલૂનીસ્ટ એન્ડ્રિયન નિકોલસે દ'વિન્શીએ કલ્પના કરેલી તે મુજબ લાકડા અને કેનવાસની પેરાશૂટ બનાવી ૩૦૦૦ મીટરની ઊંચાઈએથી સફળ કૂદકો મારેલો.
🔵 વિમાનમાંથી પેરેશૂટ દ્વારા કૂદકો મારવાનો પ્રથમ પ્રયાસ ૧૯૧૨માં થયેલો.
🔵 આજ સુધીમાં પેરાશૂટ વડે સૌથી વધુ ઊંચાઈએથી કૂદકો મારવાનો વિક્રમ ૧૯૬૦માં અમેરિકાના એરફોર્સના કેપ્ટન જોસેફ કિરીન્ગરે નોંધાવેલી.
🔵 ઇ.સ. ૧૭૮૩માં પેરેશૂટનો સિદ્ધાંત સેબાસ્ટીયન લેનોર્મેન્ડે કરેલો તેણે કૂદકો માર્યો નહોતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.