♠ રામકૃષ્ણ પરમહંસ પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લાના કમરપુકુર ગામમાં ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ના રોજ જન્મ્યા હતા.
♠ તેમના પિતા ગદાધર ચટ્ટોપાધ્યાય ખુબ ગરીબ હતા. રામકૃષ્ણ પરમહંસને સ્કૂલ જવામાં કે વ્યાપાર ધંધો કરવામાં કશો જ રસ નહોતો. તેમને સમાજમાં પ્રચલિત તમામ માન્યતાઓ પર જરાય વિશ્વાસ નહોતો, એ બધી જ માન્યતાઓ સામે પ્રશ્ન કરતા હતા.
♠ રામકૃષ્ણના મોટાભાઈ રામકુમારે કોલકાતામાં સંસ્કૃત પાઠશાળા શરૂ કરી હતી અને થોડોક સમય પુજારી તરીકે પણ કામ કર્યું હતું. આવા સમયે કોલકાતાની એક અતિધનવાન મહિલા રશમોનીએ દક્ષિણેશ્વર ખાતે ભવતારિણી દેવીના મંદિરની સ્થાપના કરી હતી.
રશમોનીએ રામકુમારને આ મંદિરના પુજારી બનવા માટે આમંત્રણ પાઠવ્યું. રાકુમારે ત્યાં પુજારી બનવાનું સ્વીકારી લીધું. રામકુમારના દેહાંત પછી રામકૃષ્ણના માથે પુજારી બનવાની જવાબદારી આપી પડી. પુજારી તરીકે રામકૃષ્ણએ ભવતારીણી દેવી(કાલી માતા)ની પુજા-અર્ચના તો આરંભી દીધી, પરંતુ એમના મનમાં સંખ્યાબંધ પ્રશ્નો તોફાન મચાવતા હતા. એમણે ખાનગીમાં કાલી માતાની પુજા કરીને તેને પ્રત્યક્ષ હાજર થવા કાકલૂદી કરવા માંડી.
♠ કહેવાય છે કે એક સવારે રામકૃષ્ણ મંદિરમાં ધ્યાન ધરતા એકલા બેઠા હતા ત્યારે એમણે દેવીની પ્રતિમામાંથી પ્રકાશ પૂંજ નીકળતો જોયો હતો. આ ઘટનાએ રામકૃષ્ણનું જીવન સમગ્રપણે બદલી નાંખ્યું અને તેઓ ભક્તિમાર્ગે સાચા હૃદયથી ચાલી નીકળ્યા. તેઓ કહેતા કે દરેક જીવનું એક જ સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ, ઈશ્વરનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવો. તેમને ધ્યાન, મનન અને મંથન કરતાં કરતાં સમજાયું કે બધા જ ધર્મ મૂળભૂત રીતે એક જ ઈશ્વર પ્રત્યે જવા માટેનો માર્ગ જ સૂચવે છે. એ રીતે બધા જ ધર્મ એકસમાન છે. એમનું ધ્યેય પણ એકસમાન છે, માત્ર દરેકનો માર્ગ જુદો જુદો છે.
♠ રામકૃષ્ણ પરમહંસના આ વિચારો એમના શિષ્ય વિવેકાનંદને સૌથી વધારે સ્પર્શી ગયા હતા. સ્વામી વિવેકાનંદે આ વિચારો વધુ સ્પષ્ટ અને તાર્કિક રીતે સમગ્ર વિશ્વને પ્રબોધ્યા અને આખું વિશ્વ એમની સાથે આ વાતે સંમત થયું હતું.
♠ સ્વામી રામકૃષ્ણ પરમહંસ ૧૬ ઓગષ્ટ ૧૮૮૬ના રોજ આ ફાની જગતમાંથી કાયમી વિદાય લઈ સ્વર્ગે સિધાવ્યા હતા.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 13 August 2016
♥ નાસ્તિકમાંથી પ્રખર આસ્તિક બનેલા રામકૃષ્ણ પરમહંસ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.