તબીબી ક્ષેત્રે શરીરના કોશોના ઝીણવટભર્યા અભ્યાસ માટે શક્તિશાળી માઇક્રોસ્કોપ જોઈએ. વિજ્ઞાાનીઓએ ઘણાં માઇક્રોસ્કોપ વિકસાવ્યા છે જે શરીરના સૂક્ષ્મ કોષોની હજારો ગણી મોટી તસવીરો લઈ બતાવે છે. એરોન કલગ નામના બ્રિટીશ વિજ્ઞાાનીએ ક્રિસ્ટલોગૃફિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિકસાવી હતી. આ પદ્ધતિમાં
શરીરના કોશોની અણુ કક્ષાએ બે તસવીરો એકઠી કરીને ૩-ડીમાં જોઈ શકાય છે કે જેથી વધુ ઉંડાણથી અભ્યાસ થઈ શકે છે. કલગને આ શોધ બદલ ૧૯૮૨માં કેમિસ્ટ્રીનું નોબેલ એનાયત થયું હતું.
એરોન કલગનો જન્મ લિથુયાનિયાના ઝેલ્વા ગામે ઇ.સ. ૧૯૨૬માં ઓગસ્ટની ૧૧ તારીખે થયો હતો. તેના પિતા ખેડૂત અને પશુપાલક હતા.
એરીન બે વર્ષનો હતો ત્યારે જ તેનો પરિવાર દક્ષિણ આફ્રિકા જઈ વસેલો ડર્બન હાઇસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ તેણે વિટવોટરલેન્ડ યુનિવર્સિટીમાં એમ.એસ.સી.ની ડિગ્રી મેળવી હતી તેને રોયલ કમિશનની ફેલોશિપ મળી એટલે તે પી.એચ.ડી. કરવા કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ગયો.
પીએચ.ડી પૂરું કર્યા પછી ઇ.સ. ૧૯૫૩માં તે લંડન યુનિવર્સિટીમાં જોડાયો અને લેબોરેટરીમાં સંશોધન કરવા લાગ્યો. આ દરમ્યાન તેમે ટોબેકો મોઝેક વાયરસની શોધ કરી ત્યારબાદ તે કેમ્બ્રિજની મોલક્યુલર બાયોલોજી લેબોરેટરીમાં જોડાયો અને ફેલોશિપ મેળવી સંશોધન કાર્ય ચાલુ રાખવા.
આ દરમિયાન તેણે એક્સ-રે ડિફ્રેક્શન આધારિત ક્રિસ્ટલોગ્રાફિક માઇક્રોસ્કોપીની શોધ કરી. નોબેલ ઇનામ મળ્યા પછી તેણે કેમ્બ્રિજમાં પિટરહાઉસ ખાતે પ્રોફેસર તરીકે નિમણૂક મળી હાલમાં તેઓ સ્ક્રીપ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સભ્ય છે.
એરીન કલગને વિજ્ઞાનમાં આપેલા યોગદાન બદલ નોબેલ ઉપરાંત ઘણા એવોર્ડ એનાયત થયેલા.
Source :-
Gujarat Samachar
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 3 July 2016
♥ ક્રિસ્ટલોગ્રાફિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો શોધક - એરોન કલગ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.