સસ્તન પ્રાણીઓમાં અવાજ સાંભળવા માટે બહાર દેખાતાં કાન હોય છે. કાનની રચના બહારના અવાજોને એકઠાં કરી તેના મોજાંને જ્ઞાાનતંતુઓથી દ્વારા મગજ સુધી પહોંચાડવા માટે અનુકૂળ હોય છે. દરેક પ્રાણીઓ પોતાની જરૃરિયાત મુજબના અવાજો સાંભળી શકે છે. માણસ અલ્ટ્રાસાઉન્ડ કે સુક્ષ્મ અવાજો સાંભળી શકતો નથી. પરંતુ પ્રાણીઓને પોતાના રક્ષણ કે ખોરાકની શોધ માટે સુક્ષ્મ અવાજો પણ સાંભળવા પડે. કુદરતે તેમને આ માટે અજાયબ શક્તિઓ આપી છે.
♠ ડોલ્ફિન પાણીના તળિયે ૨૫ કિલોમીટર દૂર થતા અવાજ સાંભળી શકે છે.
♠ બિલાડી અને કૂતરા ૪૦૦૦૦૦ હર્ટઝ સુધીનો સુક્ષ્મ અવાજ સાંભળી શકે છે. એક પાંદડું હલે તે પણ બિલાડીના કાન સરવા થઈ જાય.
♠ ઉંદરના કાનની અંદરનું પોલાણ પહોળું હોય છે. તેને બહારથી આવતા અવાજ ૧૦૦ ગણા મોટા થઈને સંભળાય છે.
♠ આફ્રિકાના બેટ ઇયર્ડ ફોક્ષ પોતાના કાન જમીન તરફ વાળી શકે છે.
♠ ચામાચીડિયા અવાજ સાંભળવામાં ઉસ્તાદ છે. તે અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે. વળી પેદા પણ કરી શકે છે.
♠ કેટલીક માછલીઓ પણ અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે. જોકે માછલીને કાન હોતાં નથી.
Source :-
Gujrat Samachar
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 3 July 2016
♥ અવાજ સાંભળવામાં ઉસ્તાદ પ્રાણીઓ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.