ટ્રેક્ટર ખેતીના કામ માટે વપરાતું વાહન છે. તેને ઝડપથી ચાલવાની નહીં પણ સમતોલન જાળવવાની વધુ જરૃર છે. ટ્રેક્ટરના આગલા બે વ્હીલ માત્ર દિશા બદલવાનું કામ કરે છે. ટ્રેક્ટરને ચલાવતી મુખ્ય ધરી પાછલા વ્હીલ સાથે જોડાયેલી હોય છે. વ્હીલનો વ્યાસ જેમ વધુ તેમ તેને વધુ શક્તિ મળે છે. ઝડપ ઓછી રહે છે. વાહનના પૈડાં જે બિંદુએ જમીન સાથે જોડાયેલા હોય તે બિંદુ પર ધક્કો મારીને આગળ ચાલે છે.
વ્હીલ જેમ જાડા તેમ જમીનનો મોટો વિસ્તાર રોકે અને વધુ બળપૂર્વક ધક્કો લાગે મોટા વ્યાસના વ્હીલ એક આંટામાં વધુ અંતર કાપે છે. ટ્રેક્ટરને પાકા રસ્તા પર નહી પણ નરમ ખેતરાઉ જમીન પર ચાલવાનું હોય છે તેથી તેના ટાયર જાડા અને ઊંડી ખાંચવાળા હોય છે કે જેથી જમીન સાથે વધુ મજબૂતાઈથી પક્કડ મેળવી શકે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 19 June 2016
♥ ટ્રેક્ટરના પાછલા વ્હીલ મોટાં કેમ ? ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.