★ સસલાં પુરાતન પાલતુ પ્રાણી છે. ઈ.સ. પૂર્વે ૩૦૦માં રોમનોમાં સસલા પાળવાનો રિવાજ હતો.
★ સ્પેનમાં સસલાં ખૂબ જ જોવા મળે. એટલે તે 'સસલાંનો ટાપુ' કહેવાય છે.
★ સસલાંને અંગ્રેજીમાં 'રેબિટ' અને 'હેર' કહે છે. આ બંને પ્રાણીઓ અલગ છે.
★ સસલાંને ૨૮ દાંત હોય છે. તેનાં દાત ઘસાય છે અને લંબાઈ વધ્યા કરે છે.
★ સસલાં ૩૬૦ અંશને ખૂણે ચાર તરફ જોઈ શકે છે.
★ સૌથી નાના સસલાની જાત નેધરલેન્ડનું ડ્વાર્ફ રેબિટ છે. તે એક કિલો વજનનું હોય છે.
★ સસલાં ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
★ સસલાંની મૂછોના વાળ તેના શરીરની પહોળાઈ જેટલી લંબાઈના હોય છે. એટલે મૂછો વડે તે કેટલી નાની જગ્યામાંથી પસાર થઈ શકે કે નહી તે અગાઉથી જાણી શકે છે.
★ સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં પાંચ આંગળીઓ હોય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Wednesday, 27 January 2016
♥ સસલું ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.